ખાનગી સ્કૂલોની દાદાગીરી સામે લડત ચલાવતા વાલીઓ માટે સારા સમાચાર છે. ભુજ ની વ્હાઇટ હાઉસ સ્કૂલની મનમાની ને સરકારે લાલઆંખ બતાવીને ફી ઘટાડવા હુકમ કર્યો છે. રાજ્ય સરકારની ફી રેગ્યુલેટરી કમિટી FRC એ વહાઈટ હાઉસ સ્કૂલે કરેલા ફી વધારાને ગેરલાયક ઠેરવ્યો છે,અને કમિટી એ સૂચના આપીને સ્કૂલે કરેલા ફી વધારાની રકમ ઘટાડી છે. FRC ના આદેશ અનુસાર પ્રી પ્રાયમરી,પ્રાયમરી,સેકન્ડરી અને હાયર સેકન્ડરી,એમ દરેક ધોરણ ની ફી નક્કી કરી દેવામાં આવી છે. એકંદરે આ ફી ઘટાડો રૂપિયા બે હજાર થી કરીને દસ હજાર જેટલો છે. એટલે જે વાલીઓ ફી ભરવા જાય તેમણે શાળાની અંદર FRC નો આદેશ જોયા બાદ જ ફી ભરવી. જિલ્લામાં માધ્યમિક શિક્ષણાધિકારી રાકેશ વ્યાસ અને પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર ના આવ્યા બાદ ખાનગી શાળાઓની મનમાની અને દાદાગીરી ઉપર બ્રેક આવી ગયો છે. વ્હાઇટ હાઉસ સ્કૂલ સામે ફી ભરવા માટે બાળકોને ગોંધી રાખવાના આક્ષેપો એ ચકચાર સર્જી હતી. હજી હમણાંજ એક વાલી ની જાગૃતિ ના કારણે દૂન સ્કૂલને પણ એક લાખનો ભારે દંડ ફટકરવાની ઘટના હજી તાજી જ છે.હવે વ્હાઇટ હાઉસે પીછેહઠ કરવી પડી છે.જો વાલીઓ જાગૃત હશે તો હવે ખાનગી શાળાઓની મનમાની નહીં ચાલે. સરકાર તરફ પણ FRC કમિટી ને કચ્છના બંને શિક્ષણાધિકારીઓ રાકેશ વ્યાસ અને સંજય પરમાર ને વાલીઓને ન્યાય અપાવવા બદલ અભિનંદન.