Home Crime મોબાઈલ ચાર્જ કરતી વેળા યુવાને વાત કરતા થયું એવું કે સૌ ના...

મોબાઈલ ચાર્જ કરતી વેળા યુવાને વાત કરતા થયું એવું કે સૌ ના ઉડી ગયા હોશ : મોબાઈલનો ઉપયોગ કરનારા સાવધાન

2146
SHARE
આજે મોબાઈલનો વપરાશ સાવ સામાન્ય થઈ ગયો છે ત્યારે મોબાઈલનો ઉપયોગ કરતી વેળાએ રાખવામાં આવતી થોડી ગફલત પણ જાન લેવા બની શકે છે. લખપત તાલુકાના મેઘપર ગામે ૨૨ વર્ષીય યુવાને મોબાઈલ ચાર્જ કરતી વેળાએ દાખવેલી ગફલતના કારણે જે થયું તે જાણીને આપના હોશ ઉડી જશે. મેઘપર ગામે ખાનગી કંપનીમાં કામ કરતા ૨૨ વર્ષીય પરપ્રાંતીય યુવાન શિવકુમારે મોબાઈલ ચાર્જ કરવા રાખ્યો હતો અને તે દરમ્યાન તે મોબાઈલ ઉપર વાત કરતો હતો ત્યારે એકાએક વીજ કરંટ લાગતા તેને દયાપર CHC માં લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબ ડો પાટણકરે તેને મૃત જાહેર કર્યો હતો. દયાપર પોલીસે મૃતક શિવકુમાર તોલનપ્રસાદ ભીંડ ના વીજ કરંટ થી થયેલા અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોબાઈલ વાપરનારાઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે કે, ચાર્જ કરતી વેળાએ મોબાઈલ થી વાતચીત કરવાનું ટાળવું જોઈએ.