એક સમયે દેશની સાથે કચ્છમાં પણ કોગ્રેસનુ વર્ચસ્વ હતુ પરંતુ જાણે બે દાયકા કરતા વધુ સમય થયો કોગ્રેસ અસરકારક પરિણામ લાવી શક્યુ નથી તે વાસ્તવિક્તા છે. તે પછી સ્થાનીક ચુંટણીના પરિણામો હોય કે વિધાનસભા લોકસભા અને તેનુ એક કારણ છે. તેનુ ‘સુકાન’ આમતો કોગ્રેસ માટે એમ કહેવાય છે કે કોગ્રેસને બીજુ કોઇ નહી પરંતુ ખુદ કોગ્રેસ જ હરાવે છે. કેમકે કાર્યક્રરોની ફોજ કરતા વધુ કોગ્રેસમાં નેતાઓની ફોજ છે અને એ ફોજ વચ્ચે પણ આંતરીક જુથવાદ જો કે ઇતિહાસ અને વર્તમાન વિષે વાત કરીએ તો ખુટે તેમ નથી. પરંતુ હવે વાત કરવી છે. ભવિષ્યની કેમકે હવે 2019ની લોકસભા ચુંટણી પહેલા ગુજરાત સહિત કચ્છ કોગ્રેસનુ સુકાન બદલાઇ શકે છે. અને આ સુકાન સંભાળવા માટે અત્યારે તો ઉમેદવારોનો રોફડો ફાટ્યો છે. એક તરફ કોગ્રેસ માટે વફાદાર મોટા નેતાઓ ક્યાય રેસમાં નથી તો બીજી તરફ નવયુવાન નેતાઓ પ્રમુખપદ્દની દાવેદારી માટે લોબીંગ કરી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 15 નામો સામે આવ્યા છે અને તે હજી પણ વધી શકે છે.
કેટલાક જુના જોગીએ તો કેટલાક થનગન ભુષણ મેદાને
આમતો દાવેદારી કરવાનો દરેકને હક્ક છે અને કોગ્રેસનુ આ ક્લચર હવે ભાજપમાં પણ જોવા મળે છે પરંતુ કોગ્રેસમાં તે થોડુ વધુ છે અને તેથીજ હાલ જ્યારે ત્રણ વર્ષની ટર્મ વર્તમાન પ્રમુખ નરેશ મહેશ્વરી પુર્ણ કરી રહ્યા છે ત્યારે અનેક લોકો પ્રમુખ પદ્દના દાવેદાર બનવા કામે લાગી ગયા છે. જેનુ લિસ્ટ લાંબુ છે અહીં કેટલાક દાવેદારોના સામે આવેલા નામો પર નજર કરીએ
નરેશ મહેશ્વરી – વર્તમાન પ્રમુખ, નવલસિંહ જાડેજા – પુર્વ પ્રમુખ, વિ.કે.હુંબલ – પુર્વ પ્રમુખ, શૈલૈન્દ્રસિંહ જાડેજા – પુર્વ કાર્યકારી પ્રમુખ, દેવેન્દ્રસિંહ જેઠવા – પુર્વ વિપક્ષી નેતા જિલ્લા પંચાયત, ભરત ઠક્કર – નગરપતી ભચાઉ, રવિન્દ્ર ત્રવાડી -કચ્છ જિલ્લા મહામંત્રી,ઘનશ્યામસિંહ ભાટ્ટી – મહામંત્રી કચ્છ જીલ્લા, રાજેન્દ્રસિંહ જાડેજા – વિપક્ષી નેતા ભુ.ન.પા
જો કે ઉપરોક્ત નામો સિવાયના નામો પણ છે જે દાવેદારોની રેસમાં છે અને જેઓ ઉમેદવારી માત્રથી કોગ્રેસમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યા છે જેમાં રફીક મારા,દેવરાજ મયાત્રા,અજીત ચાવડા,જુમા રાયમા રમેશ ગરવા,રમેશ ધોળુ
અંતિમ નિર્ણય પ્રદેશ કોગ્રેસ પર પરંતુ આ લોકોએ પાડી ના
આમતો કચ્છ કોગ્રેસની મોટી નેતાગીરી અને આંતરીક જુથવાદ વચ્ચે કોગ્રેસનુ સુકાન સંભાળવુ એ મુશ્કેલ કામ છે. અને તેથીજ રાજકીય ઉંચાઇ સુધી પહોંચવા માંગતા નેતાઓએ પ્રમુખપદ્દનુ સુકાન સંભાળવા માટે પ્રદેશને ના પાડી છે. જેમાં આદમચાકી,ભગીરથસિંહ રાણા,અરજણ ભુડીયા અને રવિન્દ્ર ત્રવાડી સહિતના નામો સામે આવી રહ્યા છે જો કે નવા અને જુના નામો વચ્ચે કોગ્રેસના ઘનશ્યામસિંહ ભાટ્ટીના નામ પર અનેક ભલામણો આવી હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે અને તે પણ પ્રમુખ પદ્દની રેસમાં છે તેવુ કોગ્રેસના સુત્રો જણાવી રહ્યા છે. પરંતુ લિસ્ટ લાંબુ છે તે નક્કી છે. જોકે કેટલાક ઉમેદવારો એવા પણ છે કે જેઓ પ્રદેશ કક્ષાએથી સૂચના મળેતો પ્રમુખ પદનું સુકાન સંભાળવા તૈયાર છે.
કોગ્રેસ પ્રમુખ તો બદ્દલો પરંતુ પ્રભારી પણ બદલો
હાલ જ્યારે કચ્છ કોગ્રેસના પ્રમુખની ટર્મ પુરી થઇ રહી છે ત્યારે કાર્યક્રરોમાં ચર્ચા અનેક છે આમતો પ્રમુખ બદલવા માટે પણ લાંબા સમયથી પ્રદેશ કક્ષાએ રજુઆત થતી હતી. પરંતુ સાથે કોગ્રેસી કાર્યક્રરોમાં ગણગણાટ એવો પણ છે. કે કચ્છ કોગ્રેસના જીલ્લા પ્રભારી પણ બદલો કેમકે કચ્છ સહિતના જીલ્લાઓમાં રહિમ સોરા,પદ્યુમનસિંહ જાડેજા અને ચંદ્રીકાબેન ચુડાસમાં કામ કરી રહ્યા છે જે જુના કોગ્રેસી કાર્યક્રરોના મતે તેઓ અસરકારક નથી તેવુ નામ ન કહેવાની શરતે જણાવી રહ્યા છે. કેમકે માત્ર મીટીંગો સમયે હાજર રહેતા આ પ્રભારી કચ્છની રાજકીય ગતીવીધી કે પછી કોગ્રેસના આંતરીક કકળાટને જોઇ શક્યા નથી. કે ડેમેજકેન્ટ્રોલ કરી શક્યા નથી.
આમતો કોગ્રેસ પ્રમુખની નિમણુક માટે હજુ સમય છે પરંતુ તેના માટે વિચારણા અને ગોઠવણ માટે અત્યારથીજ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અને શરૂઆત સાથે જ તેનુ લિસ્ટ મોટુ થઇ રહ્યુ છે જે હજુ પણ વધે તેવી શક્યતા છે. જો કે જુના કોગ્રેસીઓની હજુ સેન્સ લેવાય તેવી શક્યતા છે પરંતુ કાર્યક્રરો ઇચ્છી રહ્યા છે કે આ સુકાન માટે સારા પરિણામ આપી શકે તેવા પ્રમુખ સર્વાનુમતે નિમાય તે જરૂરી છે નહી તો ફરી કોગ્રેસને લોકસભામાં મોટા અંતર સાથે હારનો સામનો કરવો પડશે તે નક્કી છે. જો કે પ્રમુખ ગમે તે બને મજબુત વિપક્ષી નેતૃત્વ આપવાનો તેના માટે પડકાર રહેશે જે અત્યાર સુધી કોગ્રેસ પાર્ટી એક થઇ આપી શકી નથી એ પણ હકીકત છે.