બોર્ડર પર અનેક યુધ્ધ અને ઘરેલુ આંતકવાદ સામેની અનેક લડાઈમાં પોતાનુ શોર્ય દાખવવા છંતા શીખ રેજીમેન્ટ,રાજપુત રેજીમેન્ટ, અને ગુરખા રેજીમેન્ટની જેમ યાદવોએ પણ દેશ માટે ઘણુ કર્યુ છે ત્યારે ભારતીય સેનામાં આહિર રેજીમેન્ટને પણ સ્થાન મળે તેવી માંગ સાથે આજે પશ્ચિમ કચ્છ આહિર યુવક મંડળ દ્વારા રેલી યોજવા સાથે કલેકટરને આવેદનપત્ર આપી સરકાર પાસે આહિર રેજીમેન્ટની રચના કરવા માંગ કરી હતી જેમા મોટી સંખ્યામા આહીર સમાજના લોકો જોડાયા હતા જ્યુબેલી સર્કલથી કલેકટર કચેરી સુધી આ મામલે રેલી યોજાઇ હતી
શા માટે આહિર રેજીમેન્ટ?
આહિર સમાજે આજે કલેકટર સમક્ષ રજુઆત સાથે કહ્યુ હતુ કે 1857ની ક્રાંતિથી લઇ 1961ના ગોવા લીબરેશન, 1962 મા ચીન સામે યુધ્ધ, 1965નુ યુધ્ધ, 1967મા નાથુલા, 1971મા જેસલમેર, 1979મા બળગામનો મોરચો 1984મા ઓપરેશન મેઘદુત, 1987મા શાંતી રક્ષક સેનાની ભુમીકા શ્રીંલકામા LTTE સામે યુધ્ધ અને 1999મા કારગીલથી લઈ સંસદ પર હુમલા સહિત દરેક આપત્તિ સમયે દેશના રક્ષણ માટે આહિર(યાદવ) સૈનીકોએ પણ ફાળો આપ્યો છે ત્યારે ઝડપથી આર્મીમા આહિર રેજીમેન્ટની પણ સ્થાપના થાય તેવી માંગ કરી. હતી.
આવેદન સાથે આહિર સમાજે ચિમકી પણ આપી છે કે દેશ માટે લડનાર યાદવ સૈન્ય જવાનોનો આ માટે હક્કદાર છે અને જો સરકાર તે અંગે ગંભીરતાથી વિચાર નહી કરે તો સમગ્ર દેશમાં આહિર સમાજ આંદોલન કરી તેમના હક્ક માટે લડાઇ કરશે સાથે યુવાનોએ એમ પણ જણાવ્યુ હતુ કે અન્ય સમાજની સૈન્ય રેજીમેન્ટ સામે તેમનો વિરોધ નથી પરંતુ આહિર સમાજની તેમના હક્ક માટેની આ લડાઇ છે.