રાજ્ય સરકાર દ્વારા કચ્છ યુનિવર્સિટીમાં ૮ નવા સેનેટ મેમ્બરની નિમણુંક કરાઈ છે. જેમાં એક પૂર્વ કોંગ્રેસી આગેવાનને રીપીટ કરાયા છે. જ્યારે ૭ નવા ચહેરાઓને ભાજપે તક આપી છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ છોડીને કેસરિયો ધારણ કરનાર કોંગ્રેસી આગેવાન શ્રવણસિંહ વાઘેલાને આ વખતે ભાજપ દ્વારા સેનેટ મેમ્બર નું પદ ઇનામમાં અપાયું છે. એટલે કે શ્રવણસિંહ વાઘેલા રીપીટ થયા છે. તે જ રીતે ગત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન ભુજ અને માંડવી બેઠકમાં જેમના નામો ચર્ચાતા હતા તેવા ડો મુકેશ ચંદે અને દેવાંગ દવેને સાચવી લેવાયા છે. જ્યારે અન્ય ૭ નવા ચહેરામાં ૧ મહિલા, ૨ યુવાન ને તક અપાઇ છે.જેમાં મનોજ મહેન્દ્ર ગઢવી તો ABVP ના વિધાર્થીનેતા તરીકે સરકાર સામે રજૂઆત કરતા રહ્યા હતા. હવે તેમને સેનેટ મેમ્બર બનાવાયા છે. પૂર્વ કચ્છના ગાંધીધામથી પશ્ચિમ કચ્છના લખપતના પાનધ્રોને પણ પ્રતિનિધિત્વ અપાયું છે. તારીખ ૨૭/૩/૨૦૨૩ સુધી એટલેકે, પાંચ વર્ષ સુધી સેનેટ મેમ્બર તરીકે જ ૮ ની યાદી જાહેર કરાઈ છે તેમની યાદી આ પ્રમાણે છે.
(૧) શ્રવણસિંહ વાઘેલા (ભુજ) (૨) મુકેશ હરમુનદાસ લખવાણી (આદિપુર) (૩) ઓમ ઇશ્વરલાલ રાજગોર (પાનધ્રો) (૪) માવજી લક્ષમણ ઢીલા (ડગાળા-ભુજ) (૫) દેવાંગ અનંત દવે (માંડવી) (૬) મનોજ મહેન્દ્ર ગઢવી અને એક માત્ર મહિલા સદસ્ય તરીકે (૭) રેખાબેન રમેશ દવે (ગઢશીશા-માંડવી) નું છે જ્યારે જાણીતા તબીબ (૮) ડો.મુકેશ લીલાધર ચંદે સેનેટ મેમ્બર તરીકે હવે તેમના જાહેર રાજકીય જીવનનો પ્રારંભ કરી રહ્યા છે.