Home Crime પાલારા નજીક યુવતીની થયેલી હત્યામા અંતે તેની ઓળખ થઇ જાણો કોણ છે...

પાલારા નજીક યુવતીની થયેલી હત્યામા અંતે તેની ઓળખ થઇ જાણો કોણ છે એ યુવતી?

10098
SHARE
પાલારા સનડાડા નજીક વનવિભાગના સેન્ચ્યુરી વિસ્તારમાં એક યુવતીની હત્યા કરાયેલી લાશે અનેક સવાલ સર્જયા હતા. ખાસ તો પોલિસ માટે પડકાર એ હતો કે યુવતીની ઓળખ થાય કેમકે ઓળખ બાદ જ પોલિસ તેના હત્યાના કારણો સુધી પહોંચી શકે તેમ હતી. તેમા આજે તપાસ કરતા પોલિસ અધિકારીઓને સફળતા મળી છે. અને યુવતીની ઓળખ અંતે પોલિસે કરી લીધી છે. તારીખ 2ના વ્હાઇટ શર્ટ જીન્સ પેન્ટ અને ગળામાં સ્કાર્ફ પહેરેલી આ યુવતીની હત્યા કરાયેલી લાશ મળી હતી વનવિભાગે આ અંગે પોલિસને જાણ કરતા DYSP સહિત એ ડીવીઝન પોલિસ સ્ટાફ સહિતની અન્ય એજન્સીઓ તપાસમાં જોડાઇ હતી. અને સોશીયલ મિડીયા દ્વારા પણ યુવતીની ઓળખ થાય તે માટે પ્રયત્નો કર્યા હતા. ત્યારે આજે પોલિસને યુવતીની ઓળખ કરવામાં સફળતા મળી છે. તેવુ એ ડીવીઝન પી.આઇ એમ.કે.જલુએ જણાવ્યુ હતુ.

કોણ છે એ યુવતી ?

અંદાજીત 30 વર્ષની યુવતીની ઓળખ માટે પોલિસે ઘણા પ્રયત્નો કર્યા બાદ આજે યુવતીની ઓળખ થઇ છે. જે યુવતીની હત્યા થઇ તે કમળા રાણશી ગઢવી છે. અને યુવતીનુ મુળ ગામ બાડા (માંડવી)  છે. યુવતી પરણીત છે. પરંતુ તેના પતિ સાથે રહેતી નથી. તો તેના પિતા પણ મૃત્યુ પામ્યા છે. પરંતુ પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં તેનો સંપર્ક તેના માતા અને ભાઇ સાથે પણ નથી. યુવતી એકલી રાયધણપર કચ્છ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાએ બનાવેલા મકાનમાં રહે છે. જામનગર પી.એમથી યુવતીનુ શબ આવ્યા બાદ તેને જી.કે.જનરલ હોસ્પિટલમા રખાઇ હતી. હાલ પોલિસ તેના શબને તેના માસીયાઇ ભાઇને સુપ્રત કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

આ રીતે થઇ ઓળખ પરંતુ હત્યાનુ રહસ્ય અકબંધ 

પોલિસે સોશિયલ મીડીયા સાથે યુવતીની ઓળખ માટે વિવિધ બાતમીદારોને પણ કામે લગાડ્યા હતા. જેમા પોલિસને બાતમી મળી હતી. કે યુવતી રાયધણપર સંસ્થાના મકાનમાં રહે છે. જેથી પોલિસે ઘરની તપાસ કરી હતી જેમાં યુવતીની ઓળખ કરતા કેટલાક પુરાવા મળતા પોલિસે તેના પરિવારનો સંપર્ક કરી યુવતીની ઓળખ કરી હતી જો કે હજુ યુવતીની હત્યા કઇ રીતે થઇ તે અંગે કોઇ કડી પોલિસને હાથ લાગી નથી. તો યુવતી તેના પરિવારના સભ્યો સાથે પણ સંપર્કમાં નથી તેથી હવે પોલિસે માટે પડકાર એ રહેશે કે યુવતીની હત્યા કઇ રીતે થઇ? શા માટે થઇ? અને કોણે કરી? જે તપાસમાં હાલ પોલિસ જોતરાઇ છે. જો કે ઓળખ થઇ જતા હત્યાનો ભેદ ટુંક સમયમા ઉકેલાશે તેવી પોલિસને આશા છે. જો કે 4 દિવસમાં પોલિસે હત્યા કરાયેલી અજાણી યુવતીની ઓળખ કરી હત્યાનો ભેદ ઉકેલવામાં મળત્વની કડી શોધી છે.