મુન્દ્રાની ઇન્દ્રપ્રસ્થ હોટલના રૂમ નંબર 104માં એક આધેડે આજે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઇ છે. મૃતક ભુજના સંસ્કારનગરમાં યુનીક એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનુ સામે આવ્યુ છે. અને તેમણે આજે મુન્દ્રામાં બપોરે 12 વાગ્યા બાદ કોઇપણ સમયે ગળફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ છે. પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં મૃતકનું નામ મહેશભાઇ કરશનદાસ રાજગોર હોવાનુ સામે આવ્યુ છે. જે ભુજમાં રહે છે. અને અગાઉ બેંકમાં નોકરી કરતા હોવાનુ પોલિસ પ્રાથમીક રીતે જણાવી રહી છે. ઘટનાની જાણ થતા રાજગોર સમાજના અગ્રણીઓ દિલીપભાઇ ગોર,ધનસુખભાઇ ગોર,શાંતીલાલ મોતા અને જયેશ ગોર હોટલમાં દોડી ગયા હતા અને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. જો કે આપઘાત પાછળનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પરંતુ મુન્દ્રા પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં મૃતક મહેશભાઇ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી છે. જેમાં તેણે બીમારીથી કંટાળીને આ પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો સ્થાનીક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ અગાઉ મુન્દા સહિત કચ્છ અને કચ્છ બહાર પણ મહેશભાઇ સારવાર માટે દોડતા હતા. અને લાંબા સમયથી બિમાર રહેતા હોઇ તેણે આજે આ પગલુ ભર્યુ હતુ. પોલિસે હાલ ચીઠ્ઠી કબ્જે કરવા સાથે તેના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડ્યો છે. અને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર કચ્છના રાજગોર સમાજમાં શોક ફેલાયો છે. જો કે તે હાલ બેંકમાં નોકરી કરે છે. કે નહી તે સહિતની દિશામાં પોલિસે તપાસ શરૂ કરી છે.