Home Current અંજારપાલિકામાં રાજુ પલણ પ્રમુખ અને ધર્મિષ્ઠાબેન ખાંડેકા બન્યા ઉપપ્રમુખ- કોનું ચાલ્યું?

અંજારપાલિકામાં રાજુ પલણ પ્રમુખ અને ધર્મિષ્ઠાબેન ખાંડેકા બન્યા ઉપપ્રમુખ- કોનું ચાલ્યું?

2114
SHARE
અંજાર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે. અંજાર નગરપાલિકાના સભાખંડમાં ડેપ્યુટી કલેકટર શ્રી રબારીની ઉપસ્થિતિમાં પ્રમુખ તરીકે રાજુ પલણ અને ઉપપ્રમુખ તરીકે ધર્મિષ્ઠાબેન ખાંડેકા ને ભાજપના સભ્યોએ બહુમતી સાથે ચૂંટી કાઢ્યા હતા. ભુજની જેમ અંજાર પાલિકામાં પણ પ્રમુખપદ માટે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ રહી હતી. જેમાં અંતે ડેની શાહની સામે બાજી મારીને રાજુ પલણ પ્રમુખ બન્યા હતા. અંજારના આ ચૂંટણી જંગમાં મંત્રી વાસણભાઇ આહીર માટે પણ ખેંચતાણ ભર્યો રહ્યો હતો. કારણકે, તેમના માટે ડેની શાહ અને રાજુ પલણ વચ્ચેની પસંદગી મુશ્કેલ હતી. જોકે, અંજાર પાલિકામાં પણ સ્વચ્છ શાસન આપવાનો પડકાર નવા પ્રમુખ રાજુ પલણ અને ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા સામે છે.
ભરત શાહ અને ત્રિકમ આહીર વચ્ચે ખેંચતાણમાં કોણ ફાવ્યું?
જો અંજાર ભાજપના વર્તુળોની વાત માનીએ તો અંજાર પાલિકા પ્રમુખ માટે મંત્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહીર કરતાંયે મુખ્ય ખેંચતાણ વાસણભાઇના પુત્ર ત્રિકમ આહીર અને ભરત શાહની વચ્ચે હતી. અંજાર ભાજપના કાર્યકરોની ગુસપુસ પ્રમાણે ડેની શાહ અને ત્રિકમ આહીર જીગરજાન મિત્રો હોઈ તેમણે ભાજપના સંનિષ્ઠ કાર્યકર એવા ડેની શાહને પ્રમુખ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી. સામે પક્ષે રાજકારણના જુના ખેલાડી એવા ભરત શાહને તેમના રાજકીય શિષ્ય એવા ડેની શાહ સાથે રાજકીય મતભેદ હોવાની ચર્ચા હોઈ ગુરુની નારાજગી ચેલાને નડી ગઈ. વાત ભલે જ્ઞાતિના સમીકરણો ની થતી હોય પણ ભૂતકાળમાં જૈન સમાજના એક થી વધુ પ્રતિનિધિઓ ગાંધીધામ અને અંજારમાં એક સાથે સતા માં રહ્યા છે. જોકે, રાજકારણમાં તો જો જીતા વોહી સિકંદર એટલે રાજુ પલણ વધુ નસીબદાર સાબિત થયા.