Home Current કોમી એકતા,ભાઈચારા અને વરસાદની દુવા સાથે કચ્છમા ઈદની ઉજવણી

કોમી એકતા,ભાઈચારા અને વરસાદની દુવા સાથે કચ્છમા ઈદની ઉજવણી

972
SHARE
કચ્છભરના મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ અને આનંદપૂર્વક રમજાન ઈદની ઉજવણી કરી હતી. માહે રમજાનમા અલ્લાહની ઈબાદત કરનાર મુસ્લિમ બિરાદરોએ ઈદે નમાજ અદા કરીને કચ્છમાં વરસાદ વરસે એવી દુવાની ગુજારીશ કરી એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી. કોમી એકતા અને ભાઈચારા સાથે કચ્છભરમાં ઈદની ઉજવણીનો આનંદ અનુભવાયો હતો.
ભુજમા હમીરસરને કાંઠે ઇદગાહ મધ્યે મૌલાના સૈયદ મામદશા અભામીંયા સાહેબ (સીનુગ્રાવાળા) એ ઈદે નમાજ અદા કરાવી હતી. આ પ્રસંગે આગેવાનો સૈયદ મામદશા બાવા (ટ્રસ્ટી ઇદગાહ),અલીમામદ જત, ફકીરમામદ કુંભાર, જુમા નોડે, રફીક મારા, અનવર નોડે સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. ઈદે નમાજ અદા કર્યા બાદ નાના-મોટા સૌએ એકબીજાને શુભેચ્છાઓ આપી હતી.
મુંદરા મધ્યે પણ મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહપૂર્વક ઈદ ની ઉજવણી કરી હતી. મૌલાના તૌકીર આલમ સાહેબે ઈદે નમાજ અદા કરાવી હતી.મુંદરા ના આગેવાનો સલીમભાઈ જત, અબ્દુલરહીમ ખત્રી, મુસ્તાક ઝકરીયા, પપ્પુબાપુ બુખારી, કાંઠાવાળાનાકા સુન્ની મુસ્લિમ જમાતના શબ્બીરભાઈ તુર્ક સહિતના આગેવાનોએ ઈદે નમાજ અદા કરીને સૌને મુબારકબાદી આપી હતી.નાના મોટા સૌએ એકબીજાને રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદના પ્રસંગે કચ્છની કોમી એકતાના પ્રતીક સમાન શાહ મુરાદ બુખારીપીરની દરગાહ મધ્યે વહેલી સવારથી જ લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.