Home Crime ઇદના પ્રવિત્ર દિવસેજ શંકાસ્પદ ગૌ માસ સાથે ભુજનો શખ્સ ઝડપાયો : ક્યાં...

ઇદના પ્રવિત્ર દિવસેજ શંકાસ્પદ ગૌ માસ સાથે ભુજનો શખ્સ ઝડપાયો : ક્યાં કરાઈ ગાયની કતલ?

4919
SHARE
એક તરફ મુસ્લિમ બિરાદરો આજે ઈદની ઉજવણી કરી રહ્યા છે બીજી તરફ ચોક્કસ લોકો દ્વારા ગૌ હત્યા કરાઇ હોવાનો કિસ્સો ભુજમા સામે આવ્યો છે પોલિસને ખાનગી રાહે આજે હકિકત મળેલી કે ભીડનાકા વિસ્તારમા ગૌ-માસ સાથે એક શખ્સ જઇ રહ્યો છે જેના આધારે DYSP પશ્ર્ચિમ પટેલ સાહેબની આગેવાની હેઠળની ટીમ વોચમા હતી ત્યારે જ GJ-12-Q-6557 નંબરના સ્કુટર પર વલીમામદ હુસૈન મોખા રહે સોનાપુરી નવા કુંભારવાસ ત્યાથી પસાર થયો હતો જેની ઝડતી કરતા તેના સ્કુટરની ડીકીમાંથી શંકાસ્પદ ગૌ-માસનો 20કી.લો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલિસે તેની અટકાયત કરી શંકાસ્પદ ગૌ માસનો જથ્થો જપ્ત કર્યો હતો અને વધુ તપાસ માટે એ ડીવીઝન પોલીસને સોંપ્યો હતો તો પ્રાથમીક તપાસ બાદ જથ્થો પરિક્ષણ તપાસ અર્થે મોકલાશે તેવુ એ ડીવીઝન પી.આઇ. શ્રીજલુએ જણાવ્યુ હતુ અને ત્યારબાદ તે ગૌ માસ છે કે નહી તે ખુલશે જે મામલે પશુ ચિકિત્સક સહિતની ટીમને પણ તપાસમા સામેલ કરાઇ છે.

આ માસનો જથ્થો આવ્યો ક્યાંથી?

ગૌ હત્યા માટે હંમેશા જે ગામનું નામ ચર્ચામાં રહ્યુ છે તેવા વરનોરા ગામથી આ શંકાસ્પદ ગૌ માસનો જથ્થો આવ્યો હોવાની સંભાવના છે અને પ્રાથમીક તપાસમા વલીમામદ મોખા એ પણ કેફીયત આપી છે કે તે આ જથ્થો વરનોરાથી લાવ્યો છે તેથી એવી પણ શક્યતા છે કે ગાયની કતલ વરનોરા ગામમાં જ થઇ હોઇ શકે જે બાબતે પણ પોલિસે તપાસ શરુ કરી છે જો કે હજુ શંકાસ્પદ ગૌ-માસનો જથ્થો પરિક્ષણ માટે મોકલ્યા બાદ તે કોનું માસ છે તે જાણી શકાશે જો કે હાલ અટકાયત સાથે પોલિસે વલીમામદ ની વધુ પુછપરછ શરુ કરી છે.