તાલુકા પંચાયતો પૈકી સૌની નજર ભુજ તાલુકા પંચાયત ઉપર હતી અને તેમાં પણ છેલ્લી ઘડી સુધી રાજકીય ખેંચતાણ રહી હતી. જોકે, અંતે પ્રમુખ તરીકે ભાજપે હરીશ ભંડેરી અને ઉપપ્રમુખ તરીકે હિતેશ ખંડોર ની પસંદગી કરતા તેમણે આજે ઉમેદવારી નોંધાવી છે. આમ તો, તાલુકા પંચાયત ની ચૂંટણી પણ આવતીકાલે ૨૦ તારીખે છે. પરંતુ, ભાજપની બહુમતીના કારણે વરણી ની પ્રક્રિયાની માત્ર ઔપચારિકતા જ બાકી છે.
જિલ્લામા અરવિંદ પીંડોરીયા કપાયા એટલે હરીશ ભંડેરી ફાવ્યા!!
જો રાજકીય ખેંચતાણની વાત કરીએ તો પ્રમુખપદ માટે હિતેશ ખંડોર છેક છેલ્લી ઘડી સુધી પ્રયત્નશીલ હતા અને ધારાસભ્ય પછી જિલ્લા સંગઠનમાં પણ મળીને પોતાની દાવેદારી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ જિલ્લા પંચાયતમાં અરવિંદ પીંડોરીયા કપાતા ભાજપે પટેલ ચોવીસીને ધ્યાને લઇ ભુજ તાલુકા પંચાયતમાં હરીશ ભડેરીને પ્રમુખ તરીકે તક આપી. જ્યારે હિતેશ ખંડોર ઉપપ્રમુખપદ મેળવવવામાં સફળ રહ્યા તેનું કારણ તેમણે જિલ્લા ભાજપ સંગઠનને મળીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો.