Home Current દસેદસ તાલુકા પંચાયતોના સુકાનીઓ કોણ?બે જ્ઞાતિઓનો દબદબો-લખપતમાં જંગ, માંડવીમાં સમાધાન

દસેદસ તાલુકા પંચાયતોના સુકાનીઓ કોણ?બે જ્ઞાતિઓનો દબદબો-લખપતમાં જંગ, માંડવીમાં સમાધાન

2470
SHARE
પંચાયતોના સુકાનીઓની વરણીની રાજકીય ગરમીમાં લોકો વાતાવરણની ગરમીને ભૂલી ગયા છે. કચ્છમાં દસેદસ તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખ માટેની ચૂંટણીની દાવેદારી આજે પુરી થઈ ગઈ છે. ફાઇનલ નિર્ણય તો આવતીકાલે ૨૦/૬ ના ચૂંટણી પ્રક્રિયા બાદ જ આવશે. પણ દાવેદારી નોંધવનારાઓની જ વરણી નિશ્ચિત છે. કુલ ૧૦ તાલુકાપંચાયતો માંથી ૯ ભાજપ પાસે છે જ્યારે એક માત્ર લખપત તાલુકાપંચાયત કોંગ્રેસ પાસે છે. દરેક તાલુકાપંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી કરનારાઓની માહિતી આ પ્રમાણે છે.
(૧)ભુજ- પ્રમુખ હરીશ ભંડેરી, ઉપપ્રમુખ હિતેશ ખંડોર (૨)મુંદરા- પ્રમુખ દશરથબા નટુભા ચૌહાણ, ઉપપ્રમુખ ખેંગારભાઈ ગઢવી (૩) નખત્રાણા- પ્રમુખ નયનાબેન પટેલ ઉપપ્રમુખ જ્યોત્સનાબા જાડેજા (૪)અંજાર- પ્રમુખ ગોવિંદ સામત ડાંગર ઉપપ્રમુખ જ્યોત્સનાબેન દાસ (૫)ભચાઉ- પ્રમુખ ભરતસિંહ નટુભા જાડેજા ઉપપ્રમુખ નવલબેન પટેલ (૬)માંડવી- પ્રમુખ ગંગાબેન પટેલ ઉપપ્રમુખ રાણશી ગઢવી (૭) રાપર- પ્રમુખ હરખીબેન ડાહ્યાભાઈ વાઘાણી ઉપપ્રમુખ હમીરજી વરધાજી સોઢા (૮)અબડાસા- પ્રમુખ અજબાઈ ગોરડીયા ઉપપ્રમુખ હકુમતસિંહ જે. જાડેજા (૯) ગાંધીધામ- પ્રમુખ ગીતાબેન એસ. મયાત્રા અને ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા.

જાણો ક્યાં છે હજી જંગ અને કઈ જ્ઞાતિઓનો છે દબદબો?

કચ્છમાં એક માત્ર લખપત તાલુકાપંચાયત કોંગ્રેસ પાસે છે જ્યાં ૨૦/૬ ના પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી થશે. કોંગ્રેસમાંથી પ્રમુખપદ માટે હવાબાઈ આરબ જત અને ઉપપ્રમુખપદ માટે સમરથદાન ગઢવી એ જ્યારે ભાજપમાંથી પ્રમુખપદ માટે નૂરબાઈ હાસમ મંધરા અને ઉપપ્રમુખપદ માટે વિક્રમસિંહ સોઢાએ દાવેદારી કરી છે. લખપત તાલુકાપંચાયતમા ૧૬ સભ્યોમાંથી કોંગ્રેસના ૯ જ્યારે ભાજપના ૭ છે. ભાજપને બહુમતી માટે માત્ર ૨ સભ્યોનો ટેકો જોઈએ એટલે લખપતમાં નવાજુનીની શકયતા છે. જોકે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરી અને આ વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય હઠુભા સોઢાએ નવાજુની ની શક્યતાને નકારીને લખપતમાં કોંગ્રેસનું જ શાસન રહેશે એવો દાવો કર્યો છે. રાજકીય સમીકરણની વાત કરીએ તો, માંડવી તાલુકાપંચાયત માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ગંગાબેન પટેલને ભાજપે પક્ષપલટા નું ઇનામ આપીને પ્રમુખ તરીકે ચાલુ રાખ્યા છે. જ્યારે રાપર માં પ્રથમ જ વાર રજપૂત સમાજના મહિલા ઉમેદવાર તાલુકાપંચાયતના પ્રમુખ બન્યા છે. જ્યારે નખત્રાણામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને પદ મહિલાઓ પાસે છે. મુંદરા તાલુકાપંચાયતમાં પાર્લામેન્ટરી બોર્ડમાં ગયેલી પેનલમાં ત્રણેત્રણ નામ ક્ષત્રિય સમાજના મહિલાઓના હતા. કચ્છની પંચાયતોના સુકાનીઓમાં એકંદરે ક્ષત્રિય અને પટેલ સમાજનો દબદબો રહ્યો છે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપે કચ્છની પંચાયતોના સુકાનીઓની પસંદગી કરી છે.