Home Social સ્વામીનારાયણ મંદિરના સંતોના મહિલા સાથેના કથીત સંબધો મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે મંદિરે...

સ્વામીનારાયણ મંદિરના સંતોના મહિલા સાથેના કથીત સંબધો મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે મંદિરે શુ કહ્યુ ?

3944
SHARE
બહોળો અનુયાયી વર્ગ, અનેક સેવાના કામો અને દેશ-વિદેશમાં જેણે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવાના અનેક કામો કર્યા છે. તેવું ભુજનું સ્વામીનારયણ મંદિર અને તેના સંતો આજકાલ મહિલાઓ સાથેના કથીત સંબધોને લઇને ચર્ચામાં છેે તેનું કારણ છે સોશિયલ મીડીયામાં બે સપ્તાહ પહેલા મંદિરના એક સંત ચંદ્રપ્રકાશ દાસજીના ફોટો વાયરલ થયા બાદ તે સંતને બંધબારણે મદિરમાંથી રજા અપાઇ પરંતુ ત્યાર બાદ જે થયુ તે મિડીયા મારફતે સૌ કોઇ જાણેજ છે. જો કે હવે નવા સંતોના ફોટા ઓડીયો ક્લીપ અને અનેક સાહિત્ય રોજ સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યા છે. અને જેના પગલે ન માત્ર સંતો પરંતુ બહોળો વર્ગ ધરાવતા મંદિરના હરિભક્તો પણ વ્યથીત છે. જો કે અત્યાર સુધી માત્ર ચંદ્રપ્રકાશ સ્વામીના કથીત મહિલા સંબધો મુદ્દેજ મંદિરે કોઇ ખુલાસો આપ્યો છે. પરંતુ આજે મંદિરે એક જાહેર નિવેદા બહાર પાડી ગર્ભીત ચીમકી ઉચ્ચારી છે. કે જો હવે વિધ્નસંતોષીઓ દ્વારા ખરાબ ઇરાદા સાથે તથ્ય વગરના ઓડીયો કે ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરાશે તો મંદિર તેના સામે કાયદાકીય પગલા લઇ શકે છે.

ભુજ સ્વામીનારાયણ મંદિરે શુ કર્યો ખુલાસો ?

જે સોશિયલ મીડીયામાં ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતોના ફોટો તેમના વ્યવહાર અને તેમના ઇતિહાસને વર્ણવતા કેટલાક મેસેજ ફરી રહ્યા છે. તેનાથી મંદિરના સંતો આઘાતમાં છે. અને જેનાથી ભક્તોમાં પણ નારાજગી છે. તે જોતા હવે મંદિરે પણ કડક કાર્યવાહી માટે તૈયારી દર્શાવી છે. અગાઉ વાયરલ થયેલ વીડીયો ક્લીપ અને ઓડીયો ક્લીપ મુદ્દે મંદિરે ખુલાસાઓ આપ્યા બાદ ખોટી રીતે કેટલાક ફોટા અને મંદિરના સંતોને ચીતરવામાં આવી રહ્યા છે તે તથ્યવીહીન હોવાનું જણાવી અને સંસ્થાને બદનામ કરવા સાથે લાખો હરિભક્તોની ધાર્મીક લાગણીને દુભાવાઈ રહી હોવાનું જણાવાયું છે. ત્યારે હવે જો આવા સોશિયલ મીડીયાના માધ્યમમાં મંદિર વિષે અપપ્રચાર કરાશે તો મંદિર તેના વિરૂધ કાયદેસર કાર્યવાહી કરશે તેવુ મંદિરે એક યાદીમાં જણાવ્યુ છે.

અનેક સવાલો પછી મંદિરે મૌન તો તોડ્યુ પરંતુ શુ કાર્યવાહી કરશે ? 

અત્યાર સુધી સમગ્ર કચ્છમાં ભુજ સ્વામીનારાયણ મંદિરના સંતોના કથીત મહિલાઓ સાથેના સંબધોને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. અને તેના વચ્ચે વધુ વિવાદ ઉભા થઇ રહ્યા છે.  તેથીજ મંદિર પ્રશાસન સામે અનેક સવાલો ઉભા થયા હતા અને ક્યાંક એવી વાતો પણ ઉઠી હતી. કે મંદિર આ મુદ્દે કેમ કોઇ કાર્યવાહી નથી કરતુ..? ત્યારે આખરે મંદિરે આ મામલે મૌન તોડ્યુ છે. અને જે સંતોએ મર્યાદા તોડી તેની સામે કાર્યવાહી કરાઇ છે. પરંતુ જે અન્ય સંતોના નામે અને ફોટા સાથે ખોટા મેસેજ સમાજ સુધી વાયરલ થઇ રહ્યા છે. તેની સામે મંદિરે કાર્યવાહી કરવાનુ જણાવી પોતાનુ મૌન તોડ્યુ છે. પરંતુ એ જોવુ અગત્યનુ રહેશે કે મંદિર ક્યારે હવે આ મામલે કાર્યવાહી કરશે ?
ચોક્કસ સ્વામીનારાયણ મંદિરના સંતોના મહિલાઓ સાથેના સંબધોની ઘટના દુખદ છે. અને તેનાથી અનુયાયીઓ આઘાતમાં છે. પરંતુ સોશિયલ મીડીયાએ કેટલાક સંતોના વાંકે આખા મંદિર અને તેના સંપ્રદાયની છબીને ખરડાવવાનો પ્રયત્ન કર્યો છે. જેની સામે હવે મંદિરે કાયદેસર કાર્યવાહીનુ શસ્ત્ર ઉગામવાની ચીમકી આપી છે. જે આવકારદાયક અને સભ્ય સમાજના હિતમાં છે. અને પ્રત્યક્ષ નહી તો પરોક્ષ રીતે મંદિરે તેમની સંસ્થા સામે ઉઠેલા સવાલો અંગે તેમની ભુમીકા સ્પષ્ટ કરી છે.

ભુજ મંદિરના મહંત સ્વામીએ કરેલી અપીલનો વિડિઓ જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો.