કચ્છમા છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે ભારે ઉકળાટ છે અને લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે.તે વચ્ચે આજે મુન્દ્રા વિસ્તારમા મેઘરાજાએ આજે ધમાકેદાર એન્ટ્રી કરી હતી જેના પગલે કોટ વિસ્તારમા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સવારથીજ ભારે ઉકળાટ વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો હતો અને ત્યાર બાદ વરસાદે જોર પકડતા લોકોમા ખુશી ફેલાઇ હતી અંદાજીત અડધો ઇંચ જેટલો વરસાદ મુન્દ્રામા પડ્યો હોવાનુ અનુમાન છે. બે દિવસ પહેલા ભુજમા ઝરમર વરસાદ સાથે વરસાદના પગરણ કર્યા હતા ત્યારે આજે મુન્દ્રામા પણ વરસાદ પડતા કચ્છમા હવે વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા છે.