Home Crime પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ સામે કોણે આપી નલિયા પોલિસમાં જમીન પર કબ્જાની ફરીયાદ?

પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ સામે કોણે આપી નલિયા પોલિસમાં જમીન પર કબ્જાની ફરીયાદ?

3754
SHARE
નલિયાકાંડ પછી કચ્છના બહુચર્ચીત કિસ્સાની વાત કરવામાં આવે તો જેન્તીભાઇ ભાનુશાળીના ભત્રીજા સુનીલ પાસેથી 10 કરોડની ખંડણીના કિસ્સાનો સમાવેશ ચોક્કસ થાય. નરોડા પોલિસ મથકે નોંધાયેલી ફરીયાદ અને ત્યાર બાદ ઉભા થયેલા સવાલો વચ્ચે આ કિસ્સામાં રોજ નવા વંણાકો આવી રહ્યા છે તેમાય કચ્છનીજ મહિલા મનિષા ગોસ્વામીની ધરપકડ બાદ ફરીયાદોનો સીલસીલો શરૂ થયો છે… જેમાં પહેલા મુંબઇના એક વેપારી દ્વારા નલિયા પોલિસ મથકે મનીષા સામે 8 માસ પહેલા બનેલા કિસ્સાની ફરીયાદ અને ત્યાર બાદ નરોડા પોલિસ મથકે જેન્તીભાઈ ભાનુશાળીના ભાભીએ મનીષા અને તેના મળતીયા સામે અબડાસાના ભવાનીપુર નજીકની કિંમતી જમીન હડપ કરવાની  નોંધાવેલી ફરીયાદ..જો કે હવે કેસમાં નવો વણાંક આવ્યો છે કેમકે હવે જેન્તીભાઈ ભાનુશાળી તેમના ભાઇ વંસતલાલ ઉર્ફે શંભુભાઇ ભાનુશાળી તથા તેમની સાથેના અન્ય શખ્સો સામે નલિયા પોલિસ મથકે અરજી સ્વરૂપે ફરીયાદ અપાઈ છે જેમાં મનિશાની માલિકીના ડેરીફાર્મ અને તેની જમીન પર કબ્જો જમાવ્યાની ફરીયાદ સાથે ન્યાય માટે રજુઆત કરાઈ છે.
કોણે નોંધાવી ફરીયાદ.. શુ છે. લેખીત અરજીમાં જેન્તીભાઇ સામે આરોપ?ગોસ્વામી દેવકાબેન ભીમગર કે જે સંબધમાં મનિષાની સાસુ થાય છે. તેણે આજે નલિયા પોલિસ મથકે એક અરજી આપી છે. જેમાં તેણે જણાવ્યુ છે કે ભવાનીપર સીમ સર્વે નંબર 356-3 પર અગાઉ ભીમનાથ ડેરીફાર્મ આવેલુ હતુ જે મનિષાએ જેન્તીભાઇ પાસે ખરીદયુ હતું. પરંતુ આ કેસ થયા બાદ તારીખ 11-06-2018થી જેન્તીભાઈ ભાનુશાળી જે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ છે તે તેના ભાઇ શંભુભાઇ તથા તેના અન્ય ગુંડા જેવા સાગરીતો સતત ડેરીફાર્મ પર આવી ધાકધમકી કરી રહ્યા છે અને તારીખ 30 ના 15થી વધુ લોકો સાથે આવી ડેરીફાર્મ પર ગેરકાયદેસર કબ્જો મેળવ્યો છે. તો બી.જે.પી ફાર્મ હાઉસનુ બોર્ડ મારી ગાય વાછરડા સહિતના ડેરીફાર્મ અને જમીન પર કબ્જો મેળવ્યો છે. તથા ઘરમાં રહેલા સામાનની લુંટ પણ તેમના સાગરીતો કરી ગયા છે જેની યોગ્ય ન્યાયીક તપાસ થાય
છેલ્લા બે મહિનાથી ચાલતા આ પ્રકરણમાં મનિષા સામે નરોડા પોલિસ મથકે પ્રથમ ફરીયાદ નોંધાયા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો હતો પરંતુ હવે મનિષાની ધરપકડ સાથે સામ સામે ફરીયાદનો દોર શરૂ થયો છે જે રાજકીય ઓથ તળે લાંબો ચાલે તેમ છે જો કે મનિષા સામે ત્રણ ફરીયાદો નોંધાયા બાદ તે જેલમાં છે પરંતુ હવે તેના પરિવારના અન્ય સભ્યો પોલિસ મદદ માટે ફરીયાદ સાથે આગળ આવ્યા છે પરંતુ હવે જોવાનુ એ રહેશે કે પોલિસ આ અરજી પર કેટલુ ધ્યાન આપે છે? જો કે રાજકીય દબાણ વચ્ચે એક જ જમીન પર બે વ્યક્તિઓએ માલિકીના દાવા રજુ કરાતા પોલિસ માટે આ મામલે ન્યાયીક તપાસ કરવી મુશ્કેલ બનશે.. પરંતુ મનિષાના પરિવારજનોએ પોલિસનુ શરણુ લેતા કેસમાં ફરી નવો વંણાક ચોક્કસ આવ્યો છે.