Home Current દારૂના દંગલ વચ્ચે ભચાઉમાં લીસ્ટેડ બુટલેગર પર પોલિસની તવાઇ

દારૂના દંગલ વચ્ચે ભચાઉમાં લીસ્ટેડ બુટલેગર પર પોલિસની તવાઇ

2477
SHARE
ગુજરાતમા થયેલા કથિત લઠાકાંડ બાદ એક તરફ હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી સહિતના આગેવાનો જનતા રેડ કરી ગુજરાતમા દારૂબંધીની વાસ્તવિકતા છતી કરી રહ્યા છે તેના વચ્ચે ગુજરાત પોલિસ ઠેરઠેર દારૂના દરોડા પાડી રહ્યા છે ત્યારે આજે કચ્છમાં પણ પોલિસે લીસ્ટેડ બુટલેગરો પર તવાઇ બોલાવી છે અને ભચાઉ વિસ્તારમા વહેલી સવારથી અલગ અલગ વિસ્તારોમા 13 સ્થળે દરોડા પાડી દેશી દારૂના બુટલેગર પર તવાઇ બોલાવી હતી જેમા 3 દરોડા સફળ રહ્યા હતા જ્યારે અન્ય જગ્યાએ પોલિસને કઇ હાથ લાગ્યુ ન હતુ.

વહેલી સવારથી પોલિસની ચાર ટીમ ભચાઉ ખુંદી વળી

એક તરફ રાજ્યના પોલીસવડાનો આદેશ અને બીજી તરફ સામખીયાળીમા દેશી દારૂના ધંધાર્થી દ્વારા પોલિસ પર હુમલા પછી પોલિસ એકશનના મુડમાં છે આજે પોલિસે કરેલા 3 સફળ દરોડામા એક મહિલા બુટલેગર સહિત 3 કુખ્યાત દેશી દારૂના બુટલેગરની ધરપકડ કરી છે જેમા (1)સામજી રવા કોલી(2)સુરેશ સામા કોલી(3)નિતા ખોડા કોલીની ધરપકડ કરી છે જ્યારે અન્ય 10 બુટલેગરોને ત્યા કરેલી કાર્યવાહી સફળ રહી ન હતી
આમતો કચ્છમાં પોલિસની બાઝ નઝર છંતા બુટલેગરો બેફામ છે અને કડક દારૂબંધીના અમલની વાતો વચ્ચે ઠેરઠેર દારૂના હાટડાઓ ચાલી રહ્યા છે ત્યારે વિવાદો વચ્ચે પોલિસે ઝડપી પોલિસનો પાવર બતાવ્યો છે જો કે આશા છે કે પોલિસની કાયમી આવી કાર્યવાહી અને ધાક જામેલી રહે.