છેલ્લા કેટલાય સમયથી કચ્છની ક્રિકમા નાપાક સળવળાટ જોવા મળી રહ્યો છે તેવામાં રવિવારે કચ્છનાં હરામીનાળા વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ તથા ત્રણ નાપાક તત્વોને સીમા સુરક્ષા દળના જવાનોએ ઝડપી લીધા હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આ કાર્યવાહી બપોરનાં સમયે કરવામાં આવી હતી. ક્રિકના સુદૂર વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે પૂરતી માહિતી હજુ સુધી આવી નથી કે ખરેખર કેટલા માણસો હતા અને કેવી રીતે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા.
હરામીનાળાના બોર્ડર પિલર નંબર 1166ની પાસે એક કિલોમીટરના ભારતીય એરિયામાં પાક બોટ આવી ગઇ હતી. BSFના જવાનોએ બોટમાંથી પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના જીરો ગામના ત્રણ ઘુષણખોરોને ઝડપી લીધા હતા. પકડાયેલા શેર અલી, સદ્દામ હુસેન અને અલી મોહમ્મદને પોલીસે સોંપી દેવામાં આવ્યા હતા.