Home Crime ગાંધીધામમાં પોલિસે જાહેરમાં કયા આરોપીનુ સરઘસ કાઢી કાયદાનુ ભાન કરાવ્યુ…?

ગાંધીધામમાં પોલિસે જાહેરમાં કયા આરોપીનુ સરઘસ કાઢી કાયદાનુ ભાન કરાવ્યુ…?

4663
SHARE
કાયદો વ્યવસ્થા પોલિસના હાથમાં છે અને કોઇપણ ગુન્હેગારીને ડામવા પોલિસ સક્ષમ છે તેનો અહેસાસ કરાવવા પોલિસ આમતો અનેક નીતનવા પ્રયોગો કરતી હોય છે. ક્યારેક ફ્લેગમાર્ચ યોજીને તો ક્યારેક જાહેરમાં ગુન્હેગારનુ સરઘસ કાઢી પોલિસ કાયદાનુ ભાન કરાવવા સાથે લોકોને એક સુરક્ષાને સંદેશ આપતી હોય છે ત્યારે આવોજ એક ચમત્કાર ગાંધીધામ એ ડીવીઝન પોલિસે ગાંધીધામના એક રીઢા ગુન્હેગારને આપ્યો અને તે જે વિસ્તારમાં લોકો પર આંતક મંચાવી પરેશાન કરતો હતો તેજ વિસ્તારમાં જાહેરમાં તેનુ સરઘસ કાઢી તેને ઉઠક બેઠક કરાવી કાયદાનુ ભાન કરાવીને લોકોને સંદેશો આપ્યો હતો કે પોલિસ આમલોકોના રક્ષણ માટે સજ્જ છે.

સીદ્દીકની ધાક હતી તેજ વિસ્તારમાં પોલિસે દોરડો બાંધી ચલાવ્યો

આરોપી સિદ્દીક ચાવડા આમતો રીઢો ગુન્હેગાર છે અને તેની લુખ્ખા ટોળકી ગાંધીધામ સરદાર પટેલના પુતળા પાસેજ બેસી ગુન્હેગારીના નવા રસ્તાઓ શોધે છે અગાઉ ગાંધીધામના વિવિધ પોલિસ મથકો પર સીદ્દીક વિરૂધ્ધ લુંટ,ચોરી સહિતના ગુન્હાઓ નોંધાયા છે. પરંતુ સોમવારે રાત્રે સરદાર પટેલના પુતળા નજીકથી પસાર થઇ રહેલા એક રાહદારી પાસેથી સદ્દીકે છરીની અણીએ 3000ની લુંટ સાથે છરી વડે તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી હતી. જે મામલે પોલિસે તેને ઝડપ્યા બાદ આજે તેનાજ વિસ્તાર કે જ્યા તે લુખ્ખાગીરી કરી લોકોમાં ધાક જમાવવા માંગતો હતો ત્યાજ લઇ જઇ પહેલા જાહેરમાં તેનુ સરઘસ કાઢ્યુ અને ત્યાર બાદ તેને જાહેરમાં ઉઠકબેઠક કરાવી પોલિસે કાયદાનો પરચો આપ્યો હતો જે જોઇને કદાચ સીદ્દકથી ત્રસ્ત લોકોને પણ હાશકારો થયો હશે.
આમતો પોલિસે કર્યુ તે કઇ નવી વાત નથી પરંતુ રૂટીન કાર્યવાહી વચ્ચે પોલિસની આ અનોખી સજા અન્ય ગુન્હેગારો માટે એક સંદેશા સમાન છે.. કે ગુન્હેગાર કેટલા પણ શાતીર હોય કાયદો તેમના પર આજે પણ ભારે છે. સીદ્દીક કદાચ તેમા નિમીત માત્ર બન્યો પરંતુ તેની જાહેર સરભરાથી અન્ય ગુન્હેગારોને ચોક્કસ એક સબક મળ્યો હશે અને લોકોને રાહત।