કારોબારી સમિતિ ઉપરાંત જુદી જુદી નવ સમિતિમાં પણ નિમણુંક કરવામાં આવી
ગાંધીધામ પાલિકામાં બેની લડાઈમાં ત્રીજો ફાવ્યા જેવો તાલ
ગાંધીધામ નગર પાલિકામાં કારોબારી સમિતિના અઘ્યક્ષની નિમણુંકમાં ભાજપ મોવડી મંડળ દ્વારા આશ્ચર્યજનક કહી શકાય તેવી રીતે જે નામ ચર્ચામાં જ ના હતું તેવા વિજયભાઈ મહેતાને નિયુક્ત કરીને ચોંકાવી દીધા હતા. જેમનું નામ મોવડી મંડળ દ્વારા નક્કી માનવામાં આવતું હતું તેવા પરમાનંદ ક્રિપલાણીને ટાઉન પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગાંધીધામના વર્તમાન ધારાસભ્ય તથા પૂર્વ એમએલએ ગ્રુપ તેમજ ગાંધીધામ ભાજપ સંગઠન વચ્ચેના ગજગ્રહ વચ્ચે નવું જ નામ નીકળતા આગામી દિવસોમાં આના કેવા પડઘા પડે છે તે જોવાનું રહ્યું.