Home Current થોડો વરસાદ પડ્યો અને સુખપરમાં બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવો પડ્યો

થોડો વરસાદ પડ્યો અને સુખપરમાં બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરવો પડ્યો

1668
SHARE
કચ્છમાં વરસાદ ભલે હજુ પાપા પગી કરતો હોય પરંતુ થોડા વરસાદમાંજ સમસ્યાઓ દોડતી થઇ ગઇ છે ગઇકાલે પડેલા થોડા વરસાદને પગલે ભુજમાં પણ લોકો માટે ચોક્કસ વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઇ હતી ત્યારે સુખપરમાં એક નાનકડા અન્ડરબ્રીજમાં થોડા વરસાદે 4 ફુટ જેટલુ પાણી ભરાઇ જતા સુખપરને માંડવી સાથે જોડતો માર્ગ અને વાહનવ્યવહાર બંધ થઇ ગયો હતો જો કે હદ્દ તો ત્યારે થઇ જ્યારે સવારે શિશુમંદિર જવા માટે બાળકો ત્યા પહોચ્યા ત્યારે તેમને સાચી સમસ્યાનો ખ્યાલ આવ્યો અને તેથીજ શાળાએ બાળકોને અન્ડરબ્રીજ નજીકજ અભ્યાસ કરવા માટે બેસાડી દિધા અને ગાંધીગીરી કરી અનોખી રીતે તંત્રના કાન આંબડવાનો પ્રયત્ન કર્યો રિધ્ધીસિધ્ધી સોસાયટી સહિત શિશુમંદિર પણ આવેલુ છે પરંતુ આજે બાળકો શાળાએ પહોંચી શકે તેમ ન હોતા ગામના આગેવાનો અને સ્કુલના સંચાલકોએ બાળકોને ત્યાજ અભ્યાસ કરાવ્યો તો રેલ્વે પ્રસાશને ફોન ન ઉપાડતા ગ્રામલોકેએ જાતેજ પાણી કાઢવાનો પ્રયત્ન કરી સમસ્યા દુર કરવાનો પ્રયાસો કર્યો હતો. જો કે શાળાના બાળકોને શિક્ષકોએ ખુલ્લામાંજ અભ્યાસ કરાવ્યો હતો.

થોડા વરસાદમાં આ સ્થિતી તો ભારે વરસાદમાં શુ થશે?

આમતો સુખપરથી ગામની બહાર જવા માટે અનેક માર્ગો છે પરંતુ 15,000થી વધુની વસ્તી ધરાવતા ગામને માંડવી શિવપારસ સાથે જોડતો એકમાત્ર માર્ગ છે અને જો તે જ બંધ થઇ જાય તો ગામમાંથી ફરી સામે પાર જવુ પડે નહી તો મોતના મુખ વચ્ચેથી આ અન્ડરબ્રીજ ક્રોસ કરવો પડે તેવી સ્થિતીમાં ગત વર્ષે પણ આવીજ સ્થિતી સર્જાઇ હતી પંચાયતથી લઇ કલેકટર અને રેલ્વે અઘિકારીઓને આ અંગે રજુઆત કરાઇ હતી પરંતુ સમસ્યાનો ઉકેલ આવ્યો નહી અને ચાલુ વર્ષે માત્ર દોઢ ઇંચ વરસાદે પોકળ એન્ડબ્રીજની જ
પોલ ખોલી નાંખી જો કે ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી હતી. કે જો થોડા વરસાદમાં આ સ્થિતી છે. તો ભારે વરસાદમાં શુ સ્થિતી થશે? આજે આ સમસ્યા ઉભી થતા આગેવાનો વિનોદ વરસાણી,રામજી વેલાણી,મનજી ગોસરીયા સહિતના આગેવાનો દોડી આવ્યા હતા. અને તેમની સમસ્યાના ઉકેલ માટે તંત્ર પાસે મદદની આશ લગાવી હતી
કુદરત સામે તો સૌ કોઇ લાચાર છે પરંતુ અહી કુદરત તો સાથે છે પરંતુ માનવ સર્જીત સમસ્યા સુખપરના ‘સુખ’ માટે વેરી બની રહી છે. કેમકે અન્ડરબ્રીજ બનાવવા સમયથી ગ્રામજનો વિરોધ અને રજુઆતો કરતા રહ્યા જે સંભળાઈ નહી અને આજે તેનુ પરિણામ થોડા વરસાદમાંજ મુશ્કેલી બની ને આવ્યુ જો કે ચોક્કસ આ સમસ્યા ગામના જનજીવન પર મોટી અસર નથી પાડતા પરંતુ શિશુમંદિરના બાળકોને આ સમસ્યાથી આજે ખુલ્લામાં અભ્યાસ કરવાનો દિવસ આવ્યો છે. અને રેલ્વે ગ્રામજનોની અરજ સાંભળવા તૈયાર નથી.