ભુજના ધારાસભ્ય નિમાબેનના આમતો અનેક એવા પ્રોજેક્ટ છે જે વિવાદોમા પડ્યા છે તે પછી ભારાપર પાણી યોજના હોય કે પછી શહેરના વિકાસની અન્ય યોજના સારા પ્રોજેક્ટની જાહેરાત પછી તે હમેંશા કઇકને કઇક વિવાદમાં રહ્યા છે. પરંતુ હવે ખુદ ધારાસભ્યના ડ્રીમ પ્રોજેક્ટને ચોરીનુ ગ્રહણ લાગ્યુ છે આમતો હમિરસર તળાવને કાંકરીયા જેવુ બનાવવાની જાહેરાત પાંચ વર્ષ પહેલા ગત વિધાનસભામાં થઇ હતી જે પૈકી થોડુ કામ હાલ પુર્ણ થયુ છે અને ઘણુ બાકી છે પરંતુ જે કામ થયુ છે તે પણ પાલિકાની નિષ્ફળતાથી લોક ઉપયોગ પહેલા ચોરોને કામ આવી રહ્યુ છે. કેમકે થોડા સમયમાંજ હોટલ લેકવ્યુ પાછળના વોકવે પર લગાવાયેલ ગ્રીલની ચોરીની ઘટના સામે આવી છે આજે જ્યારે ખેંગારબાગના માળી કામ કરી રહ્યા હતા ત્યારે તેના ધ્યાને આ ચોરીની ઘટના સામે આવી હતી અને તપાસ કરતા માલુમ પડ્યુ કે એક બે નહી પરંતુ આવી ચાર ગ્રીલ ચોરી થઇ ગઇ છે આમ ધારાસભ્યનો ડ્રીમ પ્રોજેક્ટ પુર્ણ થાય તે પહેલાજ પાલિકાની અણઆવડતથી તેને ચોરીનુ ગ્રહણ લાગ્યુ છે.
અગાઉ પણ ચોરીના કિસ્સા અનેક કોણ બનશે હવે ધારાસભ્યના સપનાનો ચોકીદાર ?
આમતો એવુ ચર્ચાતુ હોય છે કે પાલિકાના સત્તાધીશો ધારાસભ્યને પણ દાદ આપતા નથી અને કદાચ આ કિસ્સો તેની પ્રતિતીરૂપ છે કેમકે એક તરફ કરોડોના ખર્ચે હમિરસરના બ્યુટીફીકેશનનો પ્રોજેક્ટ પરંતુ સપનાની ચોકીદારી કરવા માટે કોઇ માણસ ન હોતા ચોરોને મોકડુ મેદાન જે દર્શાવે છે કે પાલિકા આ મામલે કેટલી ઉદાસીન છે? જો કે હમિરસર કાંઠે આવેલા બગીચા કે પ્રોજેક્ટમાં ચોરીની ઘટના કોઇ નવી નથી અગાઉ પણ વોકવેના નિર્માણ સમયે અનેક વસ્તુઓની ચોરીની ઘટના બની છે તો રાજેન્દ્રબાગમાંથી પણ કિંમતી વસ્તુઓ અને કેબલ ચોરી કરી જવાયા છે પરંતુ તેની સંભાળ માટે પાલિકાએ કોઇ તકેદારી લીધી નથી તો ચોકીદાર રાખવા અંગે ભલામણ હોવા છંતા થઇ ગયેલા કામોની સંભાળ માટે કોઇ ચોકીદાર નથી અને તેથીજ આજે ધારાસભ્યના સપનાનો પ્રોજેક્ટ પુર્ણ થાય તે પહેલાજ ચોરીની ઘટનાઓ વધી છે ત્યારે સવાલ એ થાય કે આખરે ધારાસભ્યના સપનાના પ્રોજેક્ટનો ચોકીદાર કોણ ?
આમતો ખેંગારબાગ અને તેની આસપાસ આવેલા સ્થળોમાથી ચંપલથી લઇ ચંદન સુધીની ચોરીની ઘટના બની છે પરંતુ વાત જ્યારે શહેરને એક નવી સુવિદ્યા આપવાની છે ત્યારે તેનુ એક તરફ કામ ચાલી રહ્યુ છે પરંતુ બીજી તરફ પાલિકાની ઉપેક્ષા અને દીર્ધદ્રષ્ટ્રીના અભાવે ધારાસભ્યએ જોયેલા તેમના સપનાના હમિરસરની ખુદ પાલિકા જ ઉપેક્ષા કરી રહ્યુ છે જો કે અવારનવારની બનતી ઘટના પછી પાલિકા ચોક્કસ ચિંતત હશે પરંતુ જોવુ એ અગત્યનુ રહેશે કે ધારાસભ્યના સપનાની થતી ચોરી અટકાવવા માટે પાલિકા ક્યારે જાગે છે? જો કે માત્ર વહીવટી મંજુરી નહી પરંતુ ધારાસભ્યએ પણ તેમના પ્રોજેક્ટમા બનતી આવી ઘટનાઓ બાબતે પુછાણુ લેવુ જોઇએ નહી તો સપનુ પુર થશે તે પહેલા કોઇ ચોરી જશે અને પાલિકારૂપી ચોકીદાર ઉંધતા રહેશે.