ગઇકાલે મંગળવારે કચ્છ માટે મહેરબાન થઇ આવેલા મેઘરાજાએ આજે પણ કચ્છને તરબોળ કર્યું હતું ગઇકાલે કચ્છના દરેક તાલુકામા ઝાંપટાથી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ આજે પણ કચ્છના અંજાર ગાંધીધામ અને કંડલા સહિતના આસપાસના ગામોમા મેઘરાજા મન ભરીને વરસ્યા હતા ગઇકાલ રાત્રે 10 વાગ્યા બાદ કચ્છમાં વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજે ભુજ, મુન્દ્રા,ગાંધીધામ અંજારમાં મેઘસવારી આવી પહોંચી હતી જેમા ગાંધીધામ અંજારમાં તોફાની વરસાદ પડ્યો હતો જેને લઇને રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા. વહીવટી તંત્ર તરફથી મળેલા સત્તાવાર આંકડા મુજબ સવારના 6 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા દરમ્યાન ગાંધીધામ 54 MM અંજાર 40MM અને મુન્દ્રામા 03MM વરસાદ નોંધાયો છે જો કે બે દિવસમાં ધીમે પણ મક્કમ રીતે આગળ વધી રહેલા મેઘરાજાની મહેરથી કચ્છના અનેક તળાવોમાં નવા નીર આવ્યા છે જેનાથી સૌ કોઇ આંનદીત છે.તો બીજી તરફ ડેમોમા પણ નવા નીરની આવક થઇ હતી તો તાજા સમાચાર મુજબ સામખીયાળી સહિતના વિસ્તારમા પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે