કચ્છ નહી પરંતુ ગુજરાત ભાજપને પણ શર્મમાં મુકનાર જેન્તીભાઇ ભાનુશાળીના સેક્સકાંડની ખુલી રહેલી સીલસીલાબંધ હકિકતો પછી અંતે તેમના વિરૂધ્ધ પોલિસ ફરીયાદ નોંધાઇ ગઇ છે અને હવે તેઓ કાયદાના સંકજાથી બચવા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત પહેલા તેઓ કાયદાના સંકજામાં આવે તેવો લખ્તો ગોઠવાઇ રહ્યો છે તેવુ આધારભુત સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે મનિષા સાથેના વિવાદો સમયે ભાજપના પ્રદેશ મોવડીઓએ ભલે આંખ આડા કાન કર્યા હોય પરંતુ હવે જ્યારે તેમના વિરૂધ્ધ સુરતની યુવતીએ બળાત્કારની ફરીયાદ કરી છે ત્યારે પાર્ટી પર તેમની ઇમેઝને ધ્યાને રાખી જેન્તીભાઇ સાથે અંતર રાખી રહી છે અને કાયદો કાયદાનુ કામ કરે તેવી નિતી અપનાવી છે ત્યારે આધારભુત સુત્રોના દાવા મુજબ જેન્તીભાઇ સામે ટુંક સમયમાંજ કાયદાનો સંકજો કસાઇ શકે છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કચ્છ મુલાકાત એટલે કે 27 તારીખ પહેલા જેન્તીભાઇ પોલિસના હાથે આવી શકે છે તેવો દાવો જાણકાર સુત્રોએ કર્યો છે.
એક તરફ પોલિસની ધરપકડની તૈયારી બીજી તરફ ભોગ બનનારનો પોલિસ પર આક્ષેપ
પહેલા સુરત પોલિસમાં અરજી અને ત્યાર બાદ તપાસ હાલ પુરતી ન થાય તેવી અરજી પછી યુવતી પોલિસ સમક્ષ હાજર થઇ અને ફરીયાદ થઇ પરંતુ આજે બે દિવસની તપાસ અને યુવતીના નિવેદન અને મેડીકલ સહિતની તપાસ બાદ આજે યુવતી સુરતમાં સ્થાનીક મીડીયા સમક્ષ ઉપસ્થિતી થઇ હતી અને પોલિસ તપાસ પર ગંભીર આરોપ મુક્યા હતા યુવતીએ કહ્યુ હતુ કે બે દિવસની પોલિસની કાર્યવાહી જોતા ભોગ બનનાર આરોપી હોય તેવો વર્તાવ પોલિસ તરફથી થઇ રહ્યો છે અને તેના પર તપાસના નામે બીજીવાર અત્યાચાર થતો હોય તેવો અહેસાસ તે કરી રહી છે જો કે સુત્રોનુ માનીએ તો જેન્તીભાઇના પ્રદેશ ભાજપથી લઇ દિલ્હીના મોવડીઓ સુધીના બચાવના પ્રયત્નો નિષ્ફળ ગયા છે અને જેથી હવે તેવી ધરપકડ નજીકના સમયમાં થશે.
અને જેન્તીભાઇની સેક્સલીલા અંતે શોસિયલ મીડીયામાં વાયરલ
સુરતમાં પોલિસ ફરીયાદ સાથે જ પોલિસ અને મીડીયાને પણ જેન્તીભાઇની કામલીલાના મજબુત પુરાવા સુપ્રત કરાયા હોવાનુ ચર્ચાતુ હતુ અને તે સાથેજ કેટલાક મહત્વના વ્યક્તિઓ પાસે જેન્તીભાઇની સેક્સલીલાની ક્લીપો પુરાવા રૂપે પહોંચી હતી પરંતુ આજે તે સોશીયલ મીડીયામાં પણ વાયરલ થઇ હતી જેમાં જેન્તીભાઇ યુવતી સાથે કઢગી હાલતમા આપતીજનક કૃત્યો કરતા નઝરે પડી રહ્યા છે. જેન્તીભાઇ ભાનુશાળીની સેક્સલીલા વાયરલ કરેલા લખાણ સાથે તેમની બે ક્લીપો આજે સોશીયલ મીડીયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. મનિષા સામે ઉભા થયેલા વિવાદ અને જેન્તીભાઇએ ખંડણીની કરેલી ફરીયાદ સમયે ભાજપ મોવડી મંડળ ભલે તેમની સાથે હોય પરંતુ નલિયાકાંડની જેમ જન્તીભાઇના આ કાંડમાં ભાજપ બદનામ ન થાય તે માટે પાર્ટીએ અત્યારથીજ જેન્તીભાઇ સામે અંતર બનાવ્યુ છે અને તેના પગલે જેન્તીભાઇની સામે કાયદાકીય સંકજો ટુંક સમયમાજ કસાય તેવુ હાલ દેખાઇ રહ્યુ છે સાથે આધારભુત સુત્રો તેની ધરપકડનો દાવો પણ કરી રહ્યા છે.