મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભુજ પ્રવાસ પૂર્વે જ રાજકીય હીલચાલ સર્જાશે એવી સહેવાતી દહેશત અંતે સાચી પડી હતી. જોકે, રાજકીય હીલચાલના મૂળ મા મામલો તો ભાજપના જ જેન્તી ભાનુશાલી પ્રકરણ હતું. પોલિસે CM વિજય રૂપાણીના આગમન પહેલાથી જ સરકાર સામે વિરોધ માટે અગ્રેસર રહેતા કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરી તો એક યુવા મહિલા નેતાને તો ઘરમાં જ નજરકેદ કર્યા. પશ્ચિમ કચ્છ પોલીસે કચ્છ કોંગ્રેસના લઘુમતી ડિપાર્ટમેન્ટ ના પ્રમુખ રફીક મારા, નગરસેવીકા આઈશુબેન સમા, ભુજ તાલુકા કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ રસિકબા જાડેજા અને અંજલી ગોર ની આગોતરી અટકાયત કરી હતી. આ પાંચેય કોંગ્રેસી આગેવાનોને સવારથી જ તેમના ઘેર થી પોલીસે ઉપાડી લીધા હતા અને તેમને ભુજમાં પોલીસ હેડક્વાર્ટર પોલિસ બંદોબસ્ત નીચે રખાયા હતા. જ્યારે યુવા મહીલા કોંગ્રેસી આગેવાન માનસી શાહ ને ઘેર તો રાત થી જ મહિલા કોન્સ્ટેબલો ને મોકલી ને પોલીસે તેમને નજરકેદ મા રાખવાનુ આગોતરું આયોજન કર્યું હતું. માનસી શાહે ન્યૂઝ4કચ્છ સાથે ટેલિફોનિક વાત કરતા કહ્યું હતું કે તેઓ સવારે અમદાવાદ થી ભુજ પોતાના ઘેર આવ્યા ત્યારે તેમનું સ્વાગત મહિલા પોલિસે કર્યું હતું. ત્યારબાદ આજ સવારથી બપોરે ૧૨ વાગ્યા સુધી તેમને પોલિસે તેમના ઘર માં જ નજરકેદ રાખ્યા હતા. જોકે, CM નો પોગ્રામ પૂરો થયાના અંતિમ તબક્કામાં માનસી શાહ ને પણ પોલિસ હેડક્વાર્ટર મધ્યે અન્ય કોંગ્રેસી નેતાઓની સાથે રખાયા હતા. આમ પશ્ચિમ કચ્છ પોલિસે ૬ કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ આગોતરા અટકાયતી પગલા ભરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પતી જાય અને નલિયાકાંડ ની જેમ કોંગ્રેસ દ્વારા સુરત દુષ્કર્મ પ્રકરણ નો વિરોધ ન થાય તેવું જડબેસલાક આગોતરું આયોજન ગોઠવ્યું હતું, પકડાયેલા કોંગ્રેસી આગેવાનો એ મહીલા જાતીય અત્યાચારના બનાવમાં વિરોધપક્ષ નું લોકશાહીમાં ગળું ઘોટવાની ભાજપ સરકારની નિતિ ની આકરી ઝાટકણી કાઢી હતી.