અનેક ઉતાર ચડાવ આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે હવે સુરત પોલિસે જેન્તી ભાનુશાળી ને દુષ્કર્મ કેસમા હાજર રહેવા બીજુ સમન્સ મોકલાવ્યુ છે પોલિસના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આજે જેન્તીભાઇના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને સુરત પોલિસની એક ટુકડી સમન્સ બજાવી જેન્તીભાઇને હાજર રહેવા ફરમાન કર્યુ છે જો કે આ પ્રથમવાર નથી આ પહેલા પણ દુષ્કર્મ કેસમા હાજર રહેવા જેન્તીભાઇ ને ફરમાન મોકલાયુ હતુ પરંતુ જેન્તીભાઇ હાજર રહ્યા ન હતા પરંતુ આજે સમન્સનો સમય ગાળો પુર્ણ થતા ફરી સુરત પોલિસે તેમના વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરી તેની બજવણી કરી હતી.
બીજી તરફ જેન્તીભાઇને શોધવા 3 ટીમો બનાવી?
એક તરફ હાજર રહેવાના ફરમાન વચ્ચે સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ સુરત પોલિસે જેન્તી ભાનુશાળી ને શોધવા માટે 3 ટીમ બનાવી છે જેમા એક ટીમ અમદાવાદ એક ટીમ મુંબઇ અને એક ટીમ કચ્છમા તેમના ફાર્મહાઉસ અને અન્ય રહેણાંક, ઠેકાણા પર જેન્તીભાઇની તપાસ કરશે તેવુ સુત્ર તરફથી જાણવા મળ્યુ છે.
યુવતી પણ સમન્સ છંતા નથી રહેતી હાજર
આધારભુત સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ એક તરફ જેન્તીભાઇને સમન્સ છંતા તેઓ હાજર રહેતા નથી તો બીજી તરફ દુષ્કર્મ કેસમા ભોગ બનનાર યુવતી પણ પોલિસના બોલાવવા છંતા તપાસ માટે હાજર રહેતી નથી જો કે યુવતીને જેન્તીભાઇ સામેના દુષ્કર્મ કેસ માટે નહી પરંતુ તેના વિરૂધ્ધ અગાઉ થયેલી અરજી બાબતે પોલિસ તેની તપાસ કરવા માંગી રહી છે
જેન્તીભાઇ એ નૈતીકતાના દાવા સાથે પોતે નિર્દોષ હોવાનુ કહી પક્ષના હોદ્દા પરથી રાજીનામુ તો આપ્યુ પરંતુ હવે કાયદાકીય ગાળીયો મજબુત બનતા પોલિસ કાર્યવાહીથી ભાગી રહ્યા છે જો કે પોલિસે હવે સમન્સ આપવા સાથે તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે હવે જોવુ રહ્યુ કે ભોગ બનનાર યુવતી અને જેન્તીભાઇ પોલિસ સમક્ષ ક્યારે હાજર થાય છે?