Home Social કચ્છના સંતોના હસ્તે સમર્પણ ધ્યાનયોગની આંતરરાષ્ટ્રીય ગુરૂપૂર્ણિમા ધ્યાનયોગ મહાશિબિરનો પ્રારંભ

કચ્છના સંતોના હસ્તે સમર્પણ ધ્યાનયોગની આંતરરાષ્ટ્રીય ગુરૂપૂર્ણિમા ધ્યાનયોગ મહાશિબિરનો પ્રારંભ

1205
SHARE

10 દેશો માથી ૪૦૦૦ જેટલા સાધકો મહાશિબિરમાં ભાગ લેવા કચ્છ પહોચ્યા

સમર્પણ ધ્યાનયોગનો પૂનડી સ્થિત આશ્રમ ખાતે ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય ગુરૂપૂર્ણિમા ધ્યાનયોગ મહાશિબિરનો સદગુરુ શ્રી શિવકૃપાનંદસ્વામીજીના પાવન સાનિધ્યમાં બુધવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ ધર્મના ધર્મ ગુરુઓ પરમ પૂજ્ય સંત અદવૈત્ગીરીજી માતાજી – કૈલાશ ગુફા, ભુજ ,  શ્રી ભક્તિબા માતાજી – બાલાચોડ, અબડાસા, સંત શ્રી થારઈ માં માતાજી – અંબે શક્તિધામ ભાડા માંડવી, મહંતશ્રી વિશ્વમ્ભરી ગિરિજી – કલ્યાણેસ્વર મંદિર મઠ, કાંડાગરા, શ્રી રાજુભાઇ જોશી – ભગવતી ધામ , ભુજ શ્રી સિદ્ધાર્થ મહારાજ – દૂધઈ, ભચાઉ ,શ્રી દિનેશમારાજ રાવલ – અંજાર, શ્રી અલામા અલહાજ મૌલાના કરિસાહેબ ગોરેપુત્રા સુલેમાન ભાઈ સીદીક – મુસ્લિમ ધર્મગુરુ નાગલપુર માંડવી , શ્રી પાદરી ફાધર જોબી સાહેબ, પ્રિન્સિપાલ સેંટ જવીએર્સ હાઇસ્કૂલ, ભુજ સંત શ્રી જ્ઞાની મંજિતસિંઘ – શીખધર્મગુરૂ, ગુરુદ્વારા  ભુજ , શ્રી ચંદ્રકાંત મારાજ શુકલાજી, ગાંધીધામ , શ્રી દેવાભાઈ રબારી – પાબુદાદા સ્થાનક, ધોડાલખ વગેરે સંતો તથા ધાર્મગુરુઓના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે કચ્છ ગુરુપૂર્ણિમા કમિટીના અધ્યક્ષ અને ટ્રસ્ટી શ્રી ડો.પ્રવીણભાઈ  લિંબાણી , શ્રી ગિરીશ બોરકરજી – મેનેજિંગ ટ્રસ્ટી, યોગા પ્રભા ભારતી સેવા સંસ્થા ટ્રસ્ટ તથા શ્રી સંદીપ શર્માજી – મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી શિવકૃપાનંદસ્વામીજી  આશ્રમ ટ્રસ્ટ દ્વારા શાલ, પુષ્પગુષ્છ, અને શ્રીફળ આપી પધારેલા દરેક ધર્મગુરુઓ અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું , આ મહાશિબિરમા પધારેલા ૧૦ દેશોના ૪૦૦૦ જેટલા સાધકોનું ડો. પ્રવીણભાઈ  લિંબાણીએ શાબ્દિક સ્વાગત ક્યુ હતું અને અને છેલ્લા ૨ માસથી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કર્તા તમામ સાધકોને અભિનંદન આપ્યા હતા
કાર્યક્રમને અનુલક્ષીને સમર્પણ ધ્યાનના આજીવન ટ્રસ્ટી શ્રી અનુરાગજી એ સમર્પણ પરિવાર ની ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ટીમ દ્વારા થતા અવનવા સુંદર કાર્યો અંગે સવિસ્તાર માહિતી આપી હતી .તો સમર્પણ ધ્યાનયોગ પરિવારનું મુખપત્ર મધુચૈતન્યના સહ સંપાદિકા ડો હેમાંગનીબેન ભટ્ટ દ્વારા સામયિકમાં આવતા પરમ પૂજ્ય સ્વામીજી તથા ગુરુમાં પ્રવચનો ,આશીર્વચન તથા અધ્યત્મિક પ્ર્સ્નોતરી , વિજ્ઞાન અને આધ્યાત્મને સાકળતા લેખ તથા સમાધિસ્થ સદગુરુના જીવનચરિત્રના લેખ વિષે વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી તો મધુચૈતન્ય સામયિક સાથે જોડાવવા સાધકોને અપીલ કરી હતી તેવું ગુરુપૂર્ણિમા ધ્યાન શિબિરના મીડિયા કન્વીનર શૈલેષભાઈ રૂડાણીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું .