ભુજ વિસા ઓસવાળ ગુર્જર જૈન સમાજની ચૂંટણી એ કચ્છ સહિત બહારગામ વસતા કચ્છી ગુર્જર જૈન સમાજમાં ભારે ઉત્તેજના સર્જી હતી. તેનું કારણ ગત ટર્મના પ્રમુખ મુકેશ ઝવેરી અને તેમનું ગ્રુપ બિનહરીફ વરાઈ જશે અને ચૂંટણી કદાચ નહીં થાય એવી ચર્ચા હતી. પરંતુ, દિપક રાજા, હર્ષદ શાહ (સંગમ) ગ્રુપના કુલ ચાર સભ્યો એ સમાજની ચૂંટણી માં ઝુકાવતાં આ ચૂંટણી રસપ્રદ બની હતી. કુલ ૯ સભ્યોની આ ચૂંટણીમાં મુકેશ ઝવેરી ગ્રુપના ૯ અને તેમની સામે દિપક રાજા સહિત અન્ય ચાર સભ્યો એ ઝુકાવતાં કુલ ૧૩ ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી યોજાઈ હતી. ભુજ વિશા ઓસવાળ ગુર્જર જૈન સમાજના બંધારણ મુજબ જે લાણેદાર પરિવાર હોય છે તે જ મત આપી શકે છે. નવા વરાયેલા હોદ્દેદારોમાં સૌથી વધુ મત ચેતન રવિલાલ શાહ ને ૩૫૫ મત, પછી મુકેશ ઝવેરીને ૩૩૦, અલ્પેશ રમેશચંદ્ર શાહ (બબલી) ૨૫૧, ભદ્રેશ બાબુલાલ શાહ ૩૧૪, બિરજુ છોટાલાલ શાહ ૨૬૦, દિપક રાજા ૨૨૯, મધુકર જગજીવન શાહ ૨૪૯, મધુકર સંઘવી (રત્નદીપ)૩૦૬, સૂર્યકાન્ત જ્યંતીલાલ શાહ (ઘીવાળા) ૨૮૮ મત મળ્યા હતા. સામેના ગ્રુપ માંથી એક માત્ર દિપક રાજા જ વિજયી થયા હતા. ૯ સભ્યોની આ કમીટી ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી ત્રણ વર્ષ માટે કાર્યરત રહેશે. ચૂંટણી પરિણામો ઘોષિત થયા બાદ મુકેશભાઈ ઝવેરીએ ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીતમાં સમાજના સૌ પરિવારોનો આભાર માન્યો હતો. ગત ટર્મમાં જે રીતે તેમના કાર્યકાળમાં સમાજના વિકાસ કાર્યો જે રીતે થયા તે પ્રમાણે જ હવે વિકાસ કાર્યો ફરી આગળ ધપાવાશે.
શું છે નવું આયોજન?
ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા મુકેશભાઈ એ કહ્યું હતું કે હવે ના તબક્કામાં ભુજ માં જૈન સમાજ દ્વારા આધુનિક મેડીકલ ચેકઅપ સેન્ટર, ધોરણ ૧ થી ૧૨ સુધીની મોર્ડન સ્કૂલ, ઉપરાંત જૈન સમાજના સ્મશાનગૃહ ની સુધારણા હાથ ધરાશે.