Home Crime ભચાઉમાં મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ પોલિસમાં દોડધામ 

ભચાઉમાં મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ પોલિસમાં દોડધામ 

6489
SHARE
ભચાઉના વર્ધમાન નગર સોસાયટીમાં આજે ધોળા દિવસેે એક મહિલાના ગળામાંથી અડધા તોલા સોનાના ચેનની ચીલઝડપની ઘટના સામે આવી છે. મહિલા તેના અન્ય પડોસી સાથે જૈન દેરાસર નજીક ઉભી હતી ત્યારેજ એક યુવાન તેના ગળામાંથી ચેનની ચીલઝડપ કરી ત્યાથી ફરાર થઇ ગયો હતો જો કે મહિલા અને આસપાસના રહિસો તેનો પીછો કરે કર્યો હતો પરંતુ ગણતરીની મીનીટોમાં ચીલઝડપ કરી યુવાન ફરાર થઇ ગયો હતો જો કે સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરા માં કેદ થઇ છે. અને તે આધારે ભચાઉ પોલિસે આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે આ પહેલી ઘટના નથી આ પહેલા પણ આજ વિસ્તારમાં ચીલઝડપની ઘટના બની હોવાનુ સામે આવ્યુ છે. ખાસ કરીને જૈનોના ચાતુર્માસ અને શ્રાવણ મહિનાની આસપાસ આવી ટોળકી મહિલાઓને ટાર્ગેટ બનાવતી હોય છે. ત્યારે ભચાઉ પોલિસે ફરીયાદ નોંધવા સાથે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. જો કે જૈન સમાજમાં આ ઘટનાને લઇને રોષ જોવા મળી રહ્યો છે. અને પોલિસ આ મામલે ઝડપી કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે જોકે સી.સી.ટીવી ફુટેજ માં સ્પષ્ટ દેખાય છે. કે મહિલા તેની અન્ય સાથી સાથે ત્યા ઉભી હોય છે. ત્યારે બીન્દાસ એક યુવાન તેની પાસે આવે છે. અને ગળામાંથી ચેનની ચીલઝડપ કરી ફરાર થઇ જાય છે.