Home Current પુર્વ કચ્છના ચાર વાયરલ વીડિયોથી ખરડાયેલી પોલિસની છાપ સુધારવાનો નવા એસ.પી સામે...

પુર્વ કચ્છના ચાર વાયરલ વીડિયોથી ખરડાયેલી પોલિસની છાપ સુધારવાનો નવા એસ.પી સામે પડકાર 

2984
SHARE
આપણા ઘરના રક્ષક એટલે પોલિસ અને ઘરનાજ કહેવાતા પોલિસ પાસે એટલેજ સ્વભાવીક રીતે લોકોની અપેક્ષા વધુ હોય કેમકે કાયદો વ્યવસ્થાની સ્થિતી સુધારવા સાથે તેને કન્ટ્રોલમાં રાખવાની જવાબદારી તેમના શીરે છે જો કે શું બધુ બરોબર ચાલી રહ્યુ છે.? આમતો પોલિસની કામગીરી સામે સવાલો ઉઠવા એ કોઇ નવી વાત નથી. પરંતુ પુર્વ કચ્છમાં ફરી મહિલા એસ.પીની નિમણુક ગૃહ વિભાગે કરી છે. ત્યારે આવતાની સાથેજ તેમની સામે કાયદો વ્યવસ્થાની સ્થિતી જાળવવા સાથે પોલિસને પણ કાયદાના પાઠ શીખવવાનો પડકાર છે કેમકે પાછલા ચાર દિવસમાં એક વેપારીને માર મારવા સહિત પોલિસ સ્ટેશનમાં માર મારવો અને ચેકપોસ્ટ પર ખુલ્લે આમ પૈસાની ઉધરાણી કરતા પોલિસ જવાનોના ચહેરા સામે આવ્યા છે. અલબત હજુ સુધી તેની સામે કાર્યવાહી થઇ હોય તેવુ ક્યાંય સામે આવ્યુ નથી પરંતુ પોલિસ જ જો આમ કાયદાને હાથમાં લઇ પોતાની છબી ખરડે તો પછી પ્રજા તેમની પાસેથી શું અપેક્ષા રાખશે? જો કે બધા પોલિસ અધિકારી એવા નથી હોતા અને કદાચ પુર્વ કચ્છના એસ.પી તેમની ફરજ દરમ્યાન આવાજ એક સારા અધિકારીની છાપ ધરાવે છે પરંતુ તેમના કચ્છ આવતા સાથે આ વીડીયો વાયરલ થયા છે અને તેમના શીરે હવે આ વીડીયોથી પોલિસની ખરડાયેલી છબી કડક કાર્યવાહીથી સુધારવાનો પડકાર પણ છે.

શુ રહ્યો ઘટનાક્રમ કાયદાના લીરા ઉડાડતા વિડીયોનો ?

તારીખ 27જુલાઇના સોશિયલ મીડીયા પર એક વીડીયો વાયરલ થયો જેમાં સી.સી.ટી.વીમાં એક વ્યક્તિ વેપારી પાસે જઇ તેને માર મારે છે અને તેની સાથે રહેલા એક વ્યક્તિને પણ માર મારે છે તપાસ કરતા પોલિસ સુત્રો તરફથી એવુ જાણવા મળ્યુ કે આ વિડીયો આદિપુર પોલિસ સ્ટેશનનના એક કોન્સ્ટેબલનો છે દારૂના એક કેસ બાબતે આ બબાલ સર્જાઇ હતી જો કે ત્યાર બાદ આ મામલો કોર્ટ સુધી પહોચ્યો હતો.
તો બીજી તરફ 28 જુલાઇના પણ આવોજ એક વીડીયો વાયરલ થયો જેમાં એક પસાર થતા ટ્રકના ચાલકે આ વિડીયો ઉતાર્યાનુ દેખાઇ રહ્યુ છે અને તેમાં આડેસર ચેકપોસ્ટ પર કામ કરતો પોલિસ કર્મચારી ટ્રકચાલકો પાસેથી જાહેરમાં ઉઘરાણા કરતો હોવાનુ દેખાય છે જો કે ચેકપોસ્ટ પણ ઉઘરાણાની ફરીયાદ લાંબા સમયથી છે પરંતુ તે પુરાવારૂપે અંતે બહાર આવ્યુ
તો એજ દિવસે 28 જુલાઇના એક વીડીયો એવો વાયરલ થયો જે સામખીયાળી પોલિસનો હોવાનુ દેખાઇ રહ્યુ છે અને તેમાં એક વ્યક્તિને પોલિસ સ્ટેશનમાજ જાહેરમાં માર મરાતો હોવાનુ દેખાઇ રહ્યુ છે જો કે ગુન્હો કરે તેની સામે પોલિસ કડક થઇ શકે પરંતુ સોશિયલ મીડીયામા સગીરાને ભગાડી જવાના કેસમાં છોકરી પક્ષને ખુશ કરવા તેને માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે
તો તારીખ 01ના પણ એક વીડીયો સામે આવ્યો જે ચોક્કસ વાયરલ ન તો થયો કે ન તેમાં સીધો પોલિસનો કોઇ દોષ છે પરંતુ ભચાઉના ભરચક વિસ્તારમાંથી એક યુવાન મહિલાના ગળામાંથી ચેનની ચીલઝડપ કરી પલાયન થઇ ગયો અને પોલિસની આબરૂના લીરા પણ ઉડાડી ગયો જો કે ઘટના સી.સી.ટી.વીમાં સામે આવી અને ત્યાર બાદ વાયરલ પણ થઇ  ચોક્કસ વાયરલ થયેલા વીડીયોમા હજુ સુધી સત્તાવાર રીતે કયા પોલિસ કર્મચારીઓ સંડોવાયેલા છે તેની પુષ્ટિ થઇ નથી પરંતુ તે કચ્છના છે તે વાસ્તવિકતા સાથે સોશિયલ મીડીયામાં ફરી રહ્યા છે અને કદાચ પોલિસ અધિકા્રીઓ સુધી પણ પહોચ્યા હશે ત્યારે ચોક્કસ પોલિસ અઘિકારીઓએ આ વિડીયોથી પોલિસની ખરડાયેલી છબી સુધરવા માટે વિડીયોમા દેખાતા પોલિસ કર્મચારી સામે કાયદા અને શિષ્ટતાનુ શસ્ત્ર ઉગામી પોતાની ખરડાયેલી ઇમેજ સુધારવી જોઇએ અને તેનો સૌથી મોટો પડકાર પુર્વ કચ્છ પોલિસના નવનિયુક્ત મહિલા એસ.પી પરિક્ષીતા રાઠોડ સામે છે.