ભુજના જયનગર પાસે આવેલ કેનસન ટાવર પરથી આજે એક યુવાને મોતની છંલાગ લગાવી હતી બિલ્ડીંગમાં રહેતા સ્થાનીક લોકોના ધ્યાને સવારે આ ઘટના આવી હતી જ્યારે બિલ્ડીંગની બાલ્કનીમા એક યુવાનની લાશ દેખાઇ જોત જોતામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા જો કે યુવાનની હજી સત્તાવાર ઓળખ થઇ નથી પરંતુ સ્થાનીક લોકોમા ચર્ચા મુજબ યુવાન નિરવ રાઠોડ હોવાનુ સામે આવ્યુ છે અને યુવાન જયનગર પાસે જ ચાય ની હોટલ ચલાવે છે અને આજે સવારે તેણેે આ પગલું ભર્યુ હોવાનુ સામે આવ્યુ છે ઘટનાને પગલે આસપાસના લોકોમા આ ઘટનાથી આશ્ર્ચર્ય સાથે અરેરાટી ફેલાઇ હતી તો પરિવારના સભ્યો આક્રંદ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના અંગે પોલિસને જાણ કરાઇ છે અને પોલિસ આ મામલે વધુ તપાસ હાથ ધરશે યુવાન રાવલવાડી વિસ્તારમા રહેતો હોવાનુ સામે આવ્યુ છે.