Home Current ગૌ-પ્રેમી રાજુ રબારીની હત્યાનો વિરોધ કચ્છના લખપત સુધી પહોચ્યો 

ગૌ-પ્રેમી રાજુ રબારીની હત્યાનો વિરોધ કચ્છના લખપત સુધી પહોચ્યો 

1775
SHARE
રબારી સમાજના ગૌ પ્રેમી અને ગાયો માટે અનેક કાર્યો કરી ગૌ હત્યા રોકવા માટે સતત કામ કરતા રાજુભાઇ ગાંડાભાઇ રબારીની 25 જુલાઈની રાત્રે મહેસાણાના કડી વિસ્તારમાં કરાયેલી નિર્મમ હત્યાનો સમગ્ર ગુજરાતમા વિરોધ થઇ રહ્યો છે. અને ખાસ કરીને હિન્દુ સંગઠનો અને રબારી સમાજ ઠેરઠેર આ ઘટનાના વિરોધમાં આવેદન આપી તેની ન્યાયીક તપાસ માટેની માંગ કરી રહ્યા છે. ત્યારે આજે આ વિરોધ કચ્છ પણ પહોચ્યો હતો. આ પહેલા ભચાઉમાં ગૌ પ્રેમી અને રબારી સમાજે કાલે આવેદનપત્ર આપી રાજુ રબારીની હત્યા કસાઇઓએ કરી છે તેવા આક્ષેપ સાથે તેની સામે કાર્યવાહીની માંગ કરી હતી તો લખપતમા પણ રબારી સમાજ અને હિન્દુ યુવા સંગઠને રેલી સાથે મામલતદારને આવેદનપત્ર આપી હત્યાનો વિરોધ કર્યો હતો માલધારી સમાજની માંગ છે. કે રાજુ રબારીની હત્યા તેણે કતલખાના બંધ કરાવતા કરવામાં આવી છે. અને તેની હત્યા કરનાર સામે કડક પગલા લેવાય તેવી સમાજની માંગ છે તો સાથે માલધારીઓ પર અવારનવાર આવા હુમલા થઇ રહ્યા છે. તે પણ બંધ થાય તે માટે સરકાર કડક પગલા લે તેવી માંગ પણ આવેદન માં કરાઈ છે.