Home Crime રાજ્યની સાથે કચ્છમાં પણ પાર્કીંગની સમસ્યા દુર કરવા પોલિસ મેદાને 

રાજ્યની સાથે કચ્છમાં પણ પાર્કીંગની સમસ્યા દુર કરવા પોલિસ મેદાને 

1775
SHARE
વસ્તીની સાથે કચ્છમાં વાહનોની સંખ્યા પણ વધી છે અને તેને કારણે જ શહેરના ભરચક વિસ્તારોમાં પાર્કીગ ક્યા કરવુ તે એક મોટા પ્રશ્ર્ન સાથે સમસ્યા થઇને ઉભો છે. જો કે અમદાવાદ રાજકોટ જેવા મેટ્રો શહેરોમાં ટ્રાફીકની સમસ્યા નિવારવા સાથે ઉભી થતી પાર્કીગની મહામારી દુર થાય તે માટે ત્રણ દિવસની કોર્ટના આદેશને પગલે મહાનગરપાલિકા અને પોલિસ વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવ શરૂ કરાઇ છે. ત્યારે આજે ભુજમાં પણ નખત્રાણાના ASP રવી તેજા વાસમસેટ્ટીના વડપણ હેઠળ પાંચ ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાસ ડ્રાઇવનુ આયોજન કરી આડેધડ પાર્ક થતા વાહનો અને તેને લઇને ઉભી થતી ટ્રાફીક સમસ્યા નિવારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં ટ્રાફીક વિભાગ સહિત અલગ અલગ બ્રાન્ચો પણ જોડાઇ હતી અને શહેરના બસ સ્ટેશન,સ્ટેશન રોડ,હોસ્પિટલ રોડ,સરપટ નાકા,ભીડ નાકા સહિતના વિસ્તારોમા લારી ગલ્લા અને આડેધડ વાહન પાર્કીગના કારણે સર્જાતી કાયમી સમસ્યાના ઉકેલ માટે વેપારીઓ સાથે ચર્ચા અને જરૂર જણાય ત્યાં વાહનચાલકોને યોગ્ય રીતે પાર્કીગની સમજ પણ આપી હતી આમતો છેલ્લા ત્રણ દિવસથી આ ડ્રાઇવ અલગ અલગ વિસ્તારોમાં યોજાઇ રહી છે પરંતુ આજે શહેરમાં એક સાથે પાંચ ટીમો ઉતારી ખુદ ASP પણ રસ્તા પર ઉતર્યા હતા. ભુજ બાદ કચ્છના અન્ય તાલુકા નખત્રાણા,માંડવી અને મુન્દ્રામાં પણ આ કાર્યવાહી હાથ ધરાશે છેલ્લા ત્રણ દિવસ દરમ્યાન ફુટ પેટ્રોલીગ સાથે ટ્રાફીક નિયમોનુ ઉલ્લંઘન કરનાર સામે પોલિસે કાર્યવાહી પણ કરી હતી. જે આજે પણ ચાલુ રખાઇ હતી. ટ્રાફીક વિભાગના અધિકારી જે.એમ. જાડેજા સાથે વાત કરતા તેઓએ ભુજ સહિત કચ્છના દરેક તાલુકાના મહત્વના પોઇન્ટ પર જ્યાં કાયમી ટ્રાફીક સમસ્યા સર્જાય છે અને આડેધડ વાહનોના પાર્કીગ થાય છે તે સમસ્યાના કાયમી ઉકેલ માટે આ ખાસ ડ્રાઇવનુ આયોજન કરાયુ હોવાનુ જણાવ્યુ હતુ તો ડ્રાઇવ દરમ્યાન એન.સી કેસ સાથે દંડાત્મક કામગીરી કરીને પણ આ સમસ્યાના ઉકેલ માટેના પ્રયત્નો કરાઇ રહ્યા છે. જો કે ડ્રાઇવ બાદ આ સમસ્યાનો ઉકેલ કેટલો આવે છે તે જોવુ રહ્યુ