Home Current NCC કેડેટ્સએ શામાટે આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદન?

NCC કેડેટ્સએ શામાટે આપ્યું જિલ્લા કલેક્ટરને આવેદન?

1000
SHARE
NCC કેડેટને સરકારી ભરતીમાં અન્યાય થઈ રહ્યો હોવાની લાગણી સાથે કચ્છના છાત્રોએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી પોતાની રજુઆત સરકાર સુધી પહોંચાડવાની માંગ કરી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર રાજ્યના શિક્ષણમંત્રીએ ભરતી પ્રક્રિયા દરમ્યાન NCC કેડેટને 5% ગુણનો લાભ આપવાની જાહેરાત કરી હોવા છતાં તેનો અમલ થતો થયો નથી. છાત્રોના જણાવ્યા અનુસાર હોનારત કે યુદ્ધની પરિસ્થિતિમાં લશ્કરી દળો સાથે ખડે પગે રહેનારા NCCના કેડેટને પણ અન્યાય ન થાય એ જોવા વિનંતી કરતા છાત્રોએ રાજ્યના 5 લાખ જેટલા કેડેટ આ લાભથી વંચિત રહેશે એવું જણાવીને ભુજ મધ્યે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું વડાપ્રધાન ખુદ NCC ના કેડેટ હતા અને શિસ્ત અને સેવાની નોંધ તેઓ આજે પણ લઈ રહ્યા હોવાની લાગણી સાથે કચ્છના NCC ગ્રુપના છાત્રોએ વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર NCC ના કેડેટને ભરતી પ્રક્રિયા દરમ્યાન 5% ગુણનો લાભ અપાવે એવી માંગ કરી હતી.