Home Current ભુજની સેલોર વાવનું દબાણ દૂર કરનાર સુધરાઈ સામે વિપક્ષે શું કર્યા આક્ષેપ?...

ભુજની સેલોર વાવનું દબાણ દૂર કરનાર સુધરાઈ સામે વિપક્ષે શું કર્યા આક્ષેપ? : જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને કરાઈ રજુઆત

1656
SHARE
ભુજની સેલોર વાવનું દબાણ હટાવાયા બાદ વિપક્ષે શું કરી માંગણી ?
સોમવારે રાત્રે ભુજ નગર પાલિકા દ્વારા ઐતિહાસિક સેલોર વાવ પર થયેલું દબાણ તોડવાની કાર્યવાહી હાથ ધરાયા બાદ કોંગ્રેસી અગ્રણી અને વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ અનેક સવાલો સાથે જિલ્લા કલેક્ટરને લેખિતમાં આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન સુધરાઈ દ્વારા દબાણ કર્તા બિલ્ડરને સહાય કરવાનો આક્ષેપ કરીને તમામ ખર્ચની રિકવરી કરવાની માંગ કરી છે રાજેન્દ્રસિંહ દ્વારા કરાયેલા આક્ષેપમાં આજથી છ માસ અગાઉ પ્રાચીન એવી સેલોર વાવ પર સુધરાઈ દ્વારા પાકી સ્લેબ અને બાંધકામ કરાયું હતું જે બાજુમાં આવેલા બિલ્ડરને ફાયદો કરાવવા કરાયું હતું આ કાર્યવાહી સમયે વિપક્ષ દ્વારા રજૂઆતો અને વિરોધ પણ કરાયો હોવા છતાં પાલિકાના શાસકો કે પદાધિકારીઓએ બેધ્યાન બની પોતાનું ધાર્યું કરી સુધરાઈ પર ખર્ચનો બોજો વધાર્યો હતો અને હવે જાણે થૂંકેલું ચાટવું પડ્યું હોય તેમ આ ગેરકાયદેસર દબાણ કે બાંધકામ રાતોરાત ખુદ પાલિકાએ જ તોડ્યું આમ બાંધકામ અને ત્યારબાદ તોડફોડની કાર્યવાહી દરમ્યાન કેટલો ખર્ચ થયો? અને આ આખાય મામલામાં કોણ જવાબદાર છે? આવા અનેક સવાલો સાથે વિપક્ષીનેતાએ કલેટરને પત્ર પાઠવી યોગ્ય તપાસની સાથે ખર્ચની રિકવરી કરવાની માંગ કરી છે અને આ પત્રની નકલ મુખ્યમંત્રીને પણ મોકલી છે.

શું છે વિપક્ષીનેતાનાં સવાલો અને માંગણી?

–  સ્લેબ ભરાયો ત્યારે કેટલો ખર્ચ કરાયો? આ ખર્ચ કોણે કર્યો?
– આ કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયા કરાઈ ? કરાઈ તો ક્યા કોન્ટ્રાક્ટરને કામ અપાયું ?
–  આ સ્લેબ ફરી તોડી તો શું અગાઉ સુધરાઈએ ભૂલ કરી હતી?
–  સેલોરવાવનો તમામ ખર્ચ સુધરાઈમાં ઉધારવામાં આવ્યો છે કે નહીં?
–  આ કામની સંપૂર્ણ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અને ખર્ચની રિકવરી કરવી
જોકે ચીફ ઓફિસરની નિમણુંક માટે ચર્ચામાં રહેલી અને કાયમી અને કડક ચીફ ઓફિસર ઝંખતી ભુજ સુધરાઈમાં હવે કડક છાપ ધરાવતા ચીફ ઓફિસર ફરી મુકાયા છે ત્યારે વિપક્ષે તેમને આવકારીને આ સમગ્ર કર્યવાહીની સાથે સાથે ભુજ વિસ્તારની લોકઉપયોગી સુવિધાઓ માટે સ્ટાફ પાસેથી કડક હાથે કામ લેવા પણ રજુઆત કરી છે