Home Crime ગાગોદરમા ખાણખનીજના કર્મચારીની હત્યા તેના ભાઇ-ભાભીએજ કરી હોવાનો ખુલાસો

ગાગોદરમા ખાણખનીજના કર્મચારીની હત્યા તેના ભાઇ-ભાભીએજ કરી હોવાનો ખુલાસો

1610
SHARE
રાપરના ગાગોદર નજીક મરણતોલ માર મારી ખાણખનીજ વિભાગના કર્મચારી રાયધણ રણમલ કોળીની હત્યાનો અંતે ભેદ ઉકેલાઇ ગયો છે અને પોલિસે એક મહિલાની આ મામલે અટકાયત કરી છે તારીખ 3 ઓગસ્ટના બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેમા રાયધણ કોલીની કોઇએ માર મારી હત્યા નિપજાવી હતી જેમા પોલિસે નજીકના લોકો પર શંકા હોઇ તે આધારે પોલિસે મૃતકના ભાઇની પત્નીની પુછપરછ કરી હતી જેમા મહિલાએ હત્યાની કબુલાત કરી હતી મહિલા અને મૃતક કૌટુંબિક જેઠ-ભાભી થાય પરંતુ તેમના વચ્ચે અનૈતીક સંબધો હતા અને જેની જાણ મહિલાના પતી રધુ કોલીને થઇ હતી જે બાબતે ઝધડો થતા રધુ એ તેની પત્નીને તેના મોટા ભાઇ એવા રાયધણ કોળીને ગાગોદર બોલાવવા કહ્યુ હતુ જેથી મૃતક તેને મળવા ગાગોદર આવ્યો હતો જો કે ત્યાર બાદ મહિલા તેને મળી નહી પરંતુ રાત્રીના અંધારામાં તેમના પર હુમલો થયો જેમા રાયધણ કોલીનુ મોત નીપજ્યુ હતુ 2 તારીખે રાયધણ કોલી પર હુમલો થયા બાદ તેનુ મોત થતા બનાવ હત્યામા પલ્ટાયો હતો જેની તપાસમા LCB એ આ ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે અને હત્યામા સામેલ મૃતકના ભાઈની પત્નીની અટકાયત કરી છે જો કે મૃતકનો ભાઇ હજુ ફરાર છે જેને શોધવા પોલિસે ચક્રો ગતિમાન કર્યા છે ટુંકમા ખાણ ખનીજના કર્મચારીને તેના ભાઇની પત્ની સાથેના અનૈતીક સંબંધની સજા મોત મળી હતી જો કે હુમલા બાદ બન્ને ફરાર થઇ ગયા હતા પરંતુ પોલિસની તપાસમા તેના ભાઇ-ભાભીએજ હુમલો કરી તેની હત્યા કરી હોવાનુ ખુલ્યુ છે જે મામલે હાલ તો LCB એ મહિલાની અટકાયત કરી છે.