Home Current સમાધાનના નામે ગૌભક્ત રાજુભાઇ રબારીની હત્યા કરનારા કસાઈઓને સરકાર આપે કડક સજા

સમાધાનના નામે ગૌભક્ત રાજુભાઇ રબારીની હત્યા કરનારા કસાઈઓને સરકાર આપે કડક સજા

975
SHARE
કચ્છના વિવિધ હિન્દુ સંગઠનોએ જિલ્લા વહીવટીતંત્ર મારફત રાજ્ય સરકાર સમક્ષ ગૌભક્ત રાજુભાઇ રબારીના હત્યારા કસાઈઓને આકરી સજા ફટકારવાની માંગણી સાથેનું આવેદનપત્ર આપ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ કચ્છના રઘુવીરસિંહ જાડેજા, માલધારી વિકાસ સંગઠનના જયેશ રબારી, હિન્દુ યુવા સંગઠનના પ્રકાશ ગોર, અખિલ કચ્છ માકપટ રબારી યુવા સંગઠનના રાજેશ રબારી અને અન્ય આગેવાનો તેમ જ કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં મહેસાણા ના ખેરપુરમાં બનેલા બનાવને વખોડી કાઢ્યો છે. ગૌભક્ત રાજુભાઇ ગાંડાભાઈ રબારી મહેસાણાના નંદાસણ, ખેરપુર ની આસપાસ ગાયોને કતલખાને જતી બચાવતા હતા. તેમની ગાયોને કતલખાને જતી બચાવવાની પ્રવૃત્તિ થી ગીન્નાયેલા તે વિસ્તારના સેંકડો કસાઈઓએ ગત તારીખ ૨૫/૭/૧૮ ના ગૌભક્ત રાજુભાઇ રબારીને સમાધાન માટે બોલાવ્યા હતા. પણ, ગૌમાતાઓની કતલ કરનારા આ કસાઈઓએ એકઠા મળીને ગૌભક્ત રાજુભાઇ રબારીની કરપીણ હત્યા કરી નાખી હતી. એટલુંજ નહીં, રાજુભાઇ રબારીના પરિવારજનો વિરુદ્ધ પણ આ કસાઈઓએ બોગસ ફરિયાદો લખાવીને તેમને જેલ હવાલે કરાવ્યા છે. ગુજરાતભરના ગૌપ્રેમીઓની સાથે કચ્છના ગૌપ્રેમીઓએ પણ ગૌભક્ત રાજુભાઇ ગાંડાભાઈ રબારીની હત્યાને સખત શબ્દોમાં વખોડીને ગાયો ની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હિન્દુ સમાજની લાગણી દુભાવનારા ગૌમાતાના હત્યારાઓ વિરુદ્ધ ધાક બેસાડતી કાર્યવાહી કરી ગૌહત્યા ના કાયદાનો કડક અમલ કરાવવા માંગ કરી છે. સાથે સાથે કચ્છ ની ગૌચર જમીન ઉપર ગેરકાયદે કબજો કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગૌચર મુક્ત કરવાની માંગણી કરી છે.