Home Current સરકારી ગોડાઉન માંથી ગરીબોના ઘઉંના ‘કાળાબજાર’ કરનારાઓ સામે ‘પાસા’ લગાડો

સરકારી ગોડાઉન માંથી ગરીબોના ઘઉંના ‘કાળાબજાર’ કરનારાઓ સામે ‘પાસા’ લગાડો

1820
SHARE
ફરી એકવાર અનાજ કૌભાંડ ના કાળાબજારનું ભૂત પુરવઠાતંત્ર ને ધુણાવી રહ્યું છે. કોંગ્રેસ અગ્રણી આદમ ચાકી અને અન્ય આગેવાનોએ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને રૂબરૂ મળી પૂરતા આધાર પુરાવા સાથે કરેલી રજુઆતમાં સરકારી અનાજના જથ્થાના થઇ રહેલા કાળાબજાર વિરુદ્ધ ધાક બેસાડતા આકરા પગલાં ભરવા માંગણી કરી છે. ગત રવિવારે તારીખ ૫/૮ ના રજાના દિવસે ભુજ ના પુરવઠા ગોડાઉનમાં સરકારી કર્મચારીઓ ની સાંઠગાંઠ થી ઘઉં ની ૨૯૭ બોરી અને ખાંડની ૧૨ ગુણી બારોબાર સગેવગે થઈ રહ્યા હોવાના આધારપુરાવાઓ સાથે કોંગ્રેસી અગ્રણી આદમ ચાકીએ આ કૌભાંડ પકડ્યું હતું. તે અંગે ના આધારો ઉપરાંત આથી અગાઉ પણ ૨૭/૧/૧૮ ના પણ આદમ ચાકીએ બોગસ બીપીએલ કાર્ડ દ્વારા સરકારી રાશન કાળાબજાર માં વેચાતું હોવાની કરેલી રજુઆત કરી હતી. તે રજુઆત માં અને અને આ વખતની રજુઆત માં પણ સરકારી અનાજના ગોડાઉન ની સાથે ખાનગી ગોડાઉન વિશે સવાલો કરાય છે. મંજૂરી વગર જ સરકારી ગોડાઉનમાં સી.સી. ટીવી કેમેરા લગાડવા નો મુદ્દો પણ આદમ ચાકીએ ઉઠાવ્યો છે. આ સમગ્ર કૌભાંડમાં પુરવઠા તંત્ર તેમ જ સરકારી ગોડાઉન ના કર્મચારીઓ ની સાથે સંકળાયેલા કાળાબજારીયા તત્વોની વિરૂદ્ધ પાસા હેઠળ પગલાં ભરવાની માંગ કરાઈ છે. આ રજુઆત દરમ્યાન ઘનશ્યામસિંહ ભાટી, રમેશ ગરવા, એચ.એસ. આહીર સાથે રહ્યા હતા. આદમ ચાકી ઘણા લાંબા સમયથી ગરીબો માટેના સરકારી અનાજના ચાલતા કાળાબજાર સામે લડત ચલાવી રહ્યા છે. તેમના દ્વારા પૂરતા આધારપુરાવાઓ સાથે ગાંધીનગર થી માંડીને કચ્છ ના વહીવટીતંત્રને રજુઆત કરાઈ છે, છતાં પણ, હજી સુધી રાજ્ય સરકાર કે જિલ્લા પુરવઠાતંત્ર ગરીબોના અનાજના કાળાબજાર કરનારાઓ ને પકડી શક્યું નથી,એ કડવું સત્ય છે. જોકે, આ રજુઆત બાદ મીડીયા સાથે વાત કરતા જિલ્લા કલેકટર રેમ્યા મોહને કહ્યું હતું કે પુરવઠાતંત્રના રિપોર્ટ મુજબ રવિવારે ગોડાઉન પરવાનગી સાથે ખુલ્લું હતું, કોઈ ગેરરીતિ થઈ નથી. છતાં પણ અમે તપાસ કરીશું.