Home Crime ભુજથી એક વર્ષ પહેલા સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર માજીદ મુંબઇથી ઝડપાયો 

ભુજથી એક વર્ષ પહેલા સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજારનાર માજીદ મુંબઇથી ઝડપાયો 

2901
SHARE
આજથી એક વર્ષ પહેલા મુળ માંડવી વિસ્તારમાં રહેતી એક સગીરાનુ અપહરણ કરી બળાત્કાર ગુજરાતનાર શખ્સ અંતે મહારાષ્ટ્રથી ઝડપાયો છે. મુળ મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના અચલપુરનો માજીદખાન અખતરખાન આજથી એક વર્ષ પહેલા તેના સાગરીતો સાથે એક સગીરાનુ અપહરણ ભુજ બસ સ્ટેશન વિસ્તારમાંથી કરી ગયો હતો અને ત્યાર બાદ સગીરા સાથે તેણે દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જે સદંર્ભે ભુજ એ ડીવીઝન પોલિસ મથકે આરોપી વિરૂધ પોક્સો એક્ટની કલમ 4,8 સહિત આઇ.પી.સી.ની કલમ 363,366,376 અને 114 મુજબ ફરીયાદ નોંધાઇ હતી. જો કે ત્યારથી માજીદખાન આ ગુન્હામાં ફરાર હતો પરંતુ ભુજ એ ડીવીઝન પોલિસ મથકના હરિશચંદ્રસિંહ જાડેજા અને રામસીંગ સોઢા,સુરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે માજીદખાન હાલ મહારાષ્ટ્ છે તેથી પોલિસની એક ટીમ ત્યા તપાસ માટે ગઇ હતી અને ત્યા તેની પુછપરછ બાદ આજે ભુજ લાવી ભુજ એ ડીવીઝન પોલિસે તેની ધરપકડ કરી છે તેની મેડીકલ સહિતની તપાસ કરી પોલિસે સગીરા પર બળાત્કારના ગુન્હામા તેની વિશેષ પુછપરછ કરશે જો કે એક વર્ષથી ફરાર શખ્સ અંતે મહારાષ્ટ્રથી ઝડપાઇ ગયો છે એમ.જે.જલુના માર્ગદર્શન મુજબ માજીદને પકડવા માટે ટીમ મુંબઇ ગઇ હતી.