Home Crime એક વર્ષથી રસ્તા બાબતે ચાલતા વિવાદને પગલે ભારાસરના અરવિંદની હત્યા : ત્રણ...

એક વર્ષથી રસ્તા બાબતે ચાલતા વિવાદને પગલે ભારાસરના અરવિંદની હત્યા : ત્રણ સામે માનકુવા પોલિસમાં ફરીયાદ 

3306
SHARE
ભુજ તાલુકાના ભારાસર ગામની સીમમાં આજે એક યુવાનની મળેલી લાશે પોલિસને દોડતી કરી હતી. આજે સવારે ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઘટના સ્થળે પહોચેલી પોલિસને નદિના પટમા એક યુવાનની નગ્ન અવસ્થામાં પડેલી લાશ મળી હતી.જેના ગુપ્તાંગો અને ગરદનના ભાગે ઇજાના નિશાનો હતા પારંભથીજ પોલિસને આ મામલે હત્યાની આંશકા હતી જેથી પોલિસે તે દિશામાં તપાસ તેજ કરી હતી. દરમ્યાન મૃતક અરવિંદ સુલેમાન કોલીની માતાએ માનકુવા પોલિસ મથકે ફરીયાદ નોંધાવી છે. અને તે આધારે પોલિસે ત્રણ વ્યક્તિઓ વિરૂધ્ધ હત્યા કર્યા અંગેની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક અરવિંદ મજુરી કામ હતો 27 વર્ષીય યુવાન જે વિસ્તારમા રહે છે. તેજ વિસ્તારમા રહેતા રમેશ કોલી તથા તેના બે પુત્ર અનીલ અને મયુર સાથે રસ્તા બાબતને લઇને વિવાદ ચાલે છે. 16 તારીખે અરવિંદ અચાનક ગુમ થયો હતો અને આજે તેની લાશ મળી હતી. જેથી મૃતકની માતા શરીફા સુલેમાન કોલીએ આજે માનકુવા પોલિસ મથકે રમેશ અને તેના બે સંતાનો સામે હત્યા કર્યાની ફરીયાદ નોંધાવી છે. જે બાબતે માનકુવા પોલિસે ફરીયાદ નોંધી વિક્રમસિંહ ચંપાવત પી.આઇ માનકુવાને તપાસ સોંપી છે. પોલિસે કરેલી પ્રાથમીક તપાસમાં યુવક ગુમ થયા બાદ તેની તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઇ છે. અને ત્યાર બાદ ભારાસર ગામની સીમમાં તેની લાશ ફેકી દેવાઇ છે. જે બાબતે ફરીયાદ લઇ પોલિસે આગળની તપાસ શરૂ કરી છે. જો કે આરોપી પકડાયા બાદ હત્યાનુ ચોક્કસ કારણ અને કઇ રીતે હત્યા નિપજાવાઇ તે અંગે વધુ પ્રકાશે પડશે…પરંતુ પ્રાથમીક રીતે સપાટી પર આવેલા ચિત્ર પરથી રસ્તા બાબતે ચાલતા વિવાદમાં એક યુવાનને જીવ ખોવો પડ્યો છે.