આમતો આજે એવુ કોઇ ક્ષેત્ર નથી જેમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની સ્થાન જમાવી ન બેઠી હોય પરંતુ વાત જ્યારે પોલિસ વિભાગની હોય ત્યારે ચોક્કસ એમ થાય કે સલામ છે એ મહિલાને જે ગુન્હેગારો સામે અડીખમ ઉભી સમાજની રક્ષા કરે છે. જો કે આજે વાત મહિલા શક્તિકરણની તો કરવી છે પરંતુ એક એવી મહિલાની કરવી છે જે કચ્છ પોલિસ બેડાની ઐતિહાસીક ઘટનાના પ્રથમ મહિલા પી.એસ.આઇ રહ્યા છે. કેમકે આ પહેલા મહિલા પી.એસ.આઇ છે જેને કચ્છમાં પ્રથમવાર સ્વતંત્ર પોલિસ મથકનો હવાલો મળ્યો હોય તાજેતરમાંજ પુર્વ કચ્છમાં મહિલા પોલિસવડાએ ચાર્જ સંભાળ્યો હતો અને બે દિવસ પહેલા 10 પી.એસ.આઇની બદલી સાથે ભચાઉના પી.એસ.આઇ રેખાબેન સિસોદીયાને સામખીયાળી પોલિસ મથકે બદલી કરાઇ હતી. અને આજે સ્વતંત્ર પોલિસ મથકના હવાલો સંભાળવા સાથે રેખાબેન સિસોદીયા કચ્છના પ્રથમ મહિલા પી.એસ.આઇ બન્યા છે. જેમણે સ્વતંત્ર પોલિસ મથકનો હવાલો મળ્યો હોય અને તે પણ કચ્છના સામખીયાળી પોલિસ મથકનો.
કડક અધિકારીની છાપ ધરાવતા મહિલા પી.એસ.આઇ ચાર્જ સાથે રસ્તા પર ઉતર્યા
અગાઉ પશ્ર્ચિમ કચ્છ ટ્રાફીક વિભાગ માનકુવા પોલિસ મથક અને ત્યાર બાદ કચ્છ બહાર ફરજ સાથે ફરી પુર્વ કચ્છમાં આવેલા મહિલા પી.એસ.આઇ કડક અધિકારીની છાપ ધરાવે છે. જુગારનો દરોડો હોય કે ટ્રાફીક માટે મોટા માથાની પણ શરમ ન રાખનાર અધિકારીએ ચાર્જ સંભાળવા સાથેજ સામખીયાળીની ટ્રાફીક સમસ્યા દુર કરવા સાથે રસ્તા પરના દબાણો દુર કરવાની કામગીરી હાથમાં લીધી હતી અને સ્ટાફ સાથે ખુદ રસ્તા પર ઉતર્યા હતા. અને વર્ષોથી જે સમસ્યાનો સામખીયાળીમાં ભરડો હતો તેને દુર કરવાની કામગીરી શરૂ કરી હતી. જો કે પુર્વ કચ્છ અને પશ્ર્ચિમ કચ્છ બન્ને વિભાગમાં તેઓની કામગીરી પ્રંશસનીય રહી છે.
કચ્છમાં મહિલા પોલિસ અનેક પણ સિસોદીયા બન્યા ખાસ
કચ્છની વર્તમાન નારી શક્તિની વાત કરવામા આવે તો કચ્છના કલેકટર મહિલા પુર્વ કચ્છ પોલિસ વિભાગના વડા પણ મહિલા અને તે સિવાય પણ રાજકીય અને સામાજીક ક્ષેત્રે અનેક મહિલાઓ છે. જે હાલ કચ્છમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે તો આ પહેલા પણ કચ્છમાં મહિલા પોલિસ વડા ફરજ બજાવી ગયા છે. તેથી કદાચ કોઇ મહિલાને ઉચ્ચ સ્થાન મળ્યુ હોય તે નવી વાત નથી. પરંતુ રેખાબેન સિસોદીયા ખાસ એટલા માટે બન્યા છે. કેમકે અત્યાર સુધી કચ્છના ઇતિહાસમાં કોઇ મહિલાને સ્વતંત્ર પોલિસ મથકનો હવાલો મળ્યો નથી. હા કદાચ ઇન્ચાર્જ પી.એસ.આઇ તરીકે અથવા મહિલા પોલિસ મથકનો ચાર્જ મહિલાએ સંભાળ્યો હશે
આમતો ગુજરાતમા અનેક એવી મહિલા સિંગમ પોલિસ અધિકારીઓ છે. જેને પોતાની અલગ કામગીરીને કારણે સમાજ અને તેમના વિભાગમાં પોતાની અલગ છાપ છોડી છે. પરંતુ રેખાબેન સીસોદીયા ખાસ છે. કેમકે તેમણેે એક મહિલા પોલિસ અધિકારી તરીકે ન માત્ર સારી કામગીરીને અંજામ આપ્યો છે. પરંતુ એક એવા મહિલા બની ગયા છે. જેણેે કચ્છ પોલિસ વિભાગનો ઇતિહાસ બદલી નાંખ્યો..નારી શક્તિને સલામ.