કચ્છ પોલીસની મદદ કરવા એક ખાસ મહેમાનનું મંગળવારે આગમન થયું છે. મહેસાણા થી સ્પેશ્યલ એસી કારમાં ભુજ પહોંચેલા આ ખાસ મહેમાન નું નામ છે ‘ચાર્લી’ !! શા માટે ‘ચાર્લી’ કચ્છનો મહેમાન બન્યો છે? આ મહેમાન અને તેના વિશેની માહીતી બન્ને રસપ્રદ છે. હવે જાણીએ આ ‘ચાર્લી ‘ કોણ છે? મહેસાણા જિલ્લા માં અનેક વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલનાર ‘ચાર્લી’ એ પોલીસ ડોગ છે. મહેસાણા પોલીસ પાસે ચાર ડોગ છે, જે પૈકી ‘ચાર્લી’ સૌથી ચપળ અને સફળ ડોગ છે. ‘ચાર્લી’ ટ્રેકર તરીકે ગુનેગારોને સગડ મેળવવામાં એક્સપર્ટ છે. મહેસાણા પોલીસે ‘ચાર્લી’ માટે ખાસ એસી બોલેરો ગાડી રાખી છે. ‘ચાર્લી’ અને તેની સાથે આવેલા તેના હેન્ડલર કે. એન. ગામીત બન્ને એક મહિનો કચ્છ રોકાશે અને કચ્છ પોલીસને ગુનાઓનો ભેદ ઉકેલવામાં મદદરૂપ બનશે.