સન્માન અને ગર્વ કદાચ દેશના જવાનો પ્રતેય દરેક ભારતીયોના હ્દયમાં હશે અને તેના તેઓ હક્કદાર પણ છે. પરંતુ ઘરના રક્ષક એટલે પોલિસ પ્રત્યે લોકોની સંવેદનાના અને લાગણીના કિસ્સા ભાગ્યેજ સામે આવતા હોય છે. કેટલાક અધિકારી ચોક્કસ સારી કામગીરીને લીધે લોકોમાં પ્રચલિત બનતા હશે પરંતુ સખત મહેનત,પ્રજાની સતત સેવા છંતા પોલિસ ક્યાંક પોતાની છબી સુધારવા આજે મજબુર બની છે. તે પણ એટલીજ વાસ્તવિક્તા છે. ત્યારે રાપરના એક કિસ્સાએ ન માત્ર કચ્છ પરંતુ ગુજરાત પોલિસનુ મોરલ ઊંચું થાય તેવું સાબિત કર્યું છે આમતો પોલિસ કામગીરીથી પ્રજા અને ખાસ કરીને બાળકો અવગત થાય તે ઉદ્દેશ માટે પોલિસ અનેક કાર્યક્રમો કરે છે. પરંતુ પ્રથમવાર એવુ થયુ કે રાપરના બાળકો ખુદ પોલિસ સ્ટેશન આવ્યા અને પોલિસને કહ્યુ I LOVE YOU
કેમ બાળકોએ કહ્યુ રાઠોડ સાહેબ વેલડન અને I LOVE YOU
રાપરમાં કાયદો વ્યવસ્થા અને ટ્રાફીકની સમસ્યા એ કચ્છના અન્ય શહેરોની જેમ આમ છે અને તેથીજ રાજ્યની સાથે અહી પણ તે સુધારવા માટે હાલ પોલિસ રસ્તા પર ઉતરી છે. અને તેનાથી મહંદ અંશે સુધારો પણ થયો છે. ત્યારે આજે રાપર પોલિસ મથકે અચાનક બાળકો ભરેલી એક સ્કુલ બસ પહોંચી હતી. અને પોલિસને લાગણીથી ઘેરીવળી હતી. વિવિધ સંદેશા અને રાપર પોલિસના પી.આઇની કામગીરી બિરદાવતા બેનરો અને લેટર સાથે બાળકો પોલિસ મથકે પહોંચ્યા અને રાપરની ટ્રાફીક સમસ્યા કાયદો વ્યવસ્થાની સ્થિતી નિવારવા માટે પોલિસને અંભીનંદન આપ્યા અને દિવસભરની કામગીરીથી થાકેલા દરેક પોલિસ કર્મચારી અધિકારીના ચહેરા પર બાળકોના આવતાની સાથે એક નવીજ ચમક જોવા મળી.
બાળકોના પત્ર વાંચી કઠોર હ્દયના પોલિસના પાંપણો ભીંજાયા
હકિકતમાં બન્યુ એવુ હતુ કે શહેરની ટ્રાફીક સમસ્યા અને કાયદો વ્યવસ્થાની સ્થિતીને કાબુમાં લેવા જે રાપરમા કામગીરી થઇ તેનાથી બાળકો પ્રભાવીત થયા અને અનુભુતિ વિદ્યામંદિર સ્કુલના 1થી8 ધોરણના બાળકો પોલિસ સ્ટેશન પહોંચી ગયા પરંતુ શબ્દોથી પોલિસના વખાણ સાથે બાળકોએ 60 થી વધુ પત્રો પણ લખ્યા હતા. જેમાં પોલિસના વખાણ કરતી શાયરી,પોલિસનો હોંસલો બુંલદ કરતા સુત્ર અને પોલિસને આવીજ સારી કામગીરી કરતા રહેવાની શુભેચ્છા પછી શુ ફરજ પાછળ પરિવારને પણ ભુલી જતા પોલિસની આંખની પાંપણો પણ ભીંજાઇ ગઇ 3 કલાક સુધી બાળકો પોલિસ સ્ટેશન રહ્યા અને હમેંશા જ્યાં કાયદાની વાત થતી હોય ત્યાં લાગણીના દરિયા છલકાયા તો પોલિસે પણ બાળકો સાથે કલાકો સુધી ખુબ આંનદ મેળવ્યો
બંદોબસ્ત કાયદાનુ રક્ષણ અને સમાજ સુરક્ષાના બંધોનોંમાં ઝકડાયેલી પોલિસ માટે આવી પળો ભાગ્યેજ આવતી હોય છે. પરંતુ રાપરના પી.આઇ આર.એલ.રાઠોડ અને તેની ટીમે કરેલી કામગીરી શહેરની સમસ્યા દુર કરવાના પ્રયાસોએ તેમને બાળકોના હીરો બનાવ્યા અને એજ લાગણીના પત્રો સાથે બાળકો પોલિસ સ્ટેશન પહોંચ્યા અને પોલિસને કહ્યુ I LOVE YOU
અને ભાગ્યેજ પોલિસ કર્મચારી સાંભળતા હશે તેવા શબ્દો.. થેન્કયુ પોલિસ.. આ નારા બાળકોએ પોકાર્યા કચ્છનો આ કિસ્સો ચોક્કસ પોલિસના મોરલને વધારશે ”વેલડન પોલિસ”