અમિતાભ બચ્ચન નો ‘કોન બનેગા કરોડપતિ’ ટીવી શો જે ફરીથી તા. ૩/૯/૧૯ થી શરૂ થઈ રહેલ છે. આ શો ના પહેલા એપીસોડ નું શુટીંગ ફિલ્મ સીટી સ્ટુડિયો ગોરેગાંવ મુંબઈ મા કરાયું હતું. ‘કોન બનેગા કરોડપતિ’ ના હવે તારીખ ૩ જી સપ્ટેમ્બરે પ્રસારિત થનારા તેના પ્રથમ શો માં કચ્છના જાણીતા મુસ્લિમ આગેવાન જુમાભાઈ રાયમા દેખાશે. આ અંગે ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા જુમાભાઈ રાયમાએ જણાવ્યું હતું કે તેઓ શો ના પ્રોડયુસર શ્રી બાસુ અને સુપરસ્ટાર અમીતાભબચન દ્વારા મળેલા આમંત્રણ ને પગલે મહેમાન બન્યા હતા. જુમાભાઈએ અમીતાભ બચ્ચન ને કચ્છી પરંપરા અનુસાર મોમેન્ટો આપીને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સમયે શો ના શૂટિંગ ની વ્યસ્તતા વચ્ચે પણ અમિતાભ બચ્ચને કચ્છ ને ખાસ યાદ કરી “ કચ્છ કે લોગ બહોત હી મોહબ્બત વાલે હે “ તેવુ કહેતા જુમાભાઈએ જવાબ મા કહેલ કે “ તભી તો આપને કહા હે કી કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા “ !! આ જવાબ થી અમિતાભ બચ્ચન ખડખડાટ હસી પડયા હતા. આ એપિસોડ ના શુટીંગ મા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મંત્રી જુમાભાઈ રાયમા સાથે કોંગ્રેસના મંત્રી ભરત ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ‘કોન બનેગા કરોડપતિ’ ના આ પ્રથમ એપિસોડમાં કચ્છી અગ્રણી જુમાભાઈ રાયમા સ્પર્ધક તરીકે નહીં પણ ઓડીયન્સ માં ગેસ્ટ તરીકે દેખાશે.