Home Current ઇનોવા કાર લઈને ભારત ફરવા નીકળેલા અબુધાબીના મહિલા સંગીથા શ્રીધર ને કચ્છમા...

ઇનોવા કાર લઈને ભારત ફરવા નીકળેલા અબુધાબીના મહિલા સંગીથા શ્રીધર ને કચ્છમા શું ગમ્યું?

2277
SHARE
અત્યારે અબુધાબી રહેતા સંગીથા શ્રીધર ઇનોવા કાર લઈને એકલા ભારત ફરવા નીકળ્યા છે. પોતાના પ્રવાસ દરમ્યાન કચ્છ પહોંચેલા સંગીથા શ્રીધરન ‘ક્લીન ઇન્ડિયા ટ્રેઇલ’ સ્વચ્છ ભારત નો સંદેશ લઈને પોતાની ઇનોવા કાર સાથે શહેરોની સાથે ગામડાઓ પણ ખૂંદી રહ્યા છે. યુએઈ ના અબુધાબી માં ‘ઈ-ગવર્નિંગ’ ની નોકરી કરતા સંગીથા શ્રીધર પાંચ દિવસ કચ્છ માં ફર્યા. કચ્છની તેમની આ રોડ યાત્રા દરમિયાન લખપત.. કોટેશ્વર.. નારાયણ સરોવર.. માતાના મઢ.. કાળો ડુંગર.. ભુજ.. ગાંધીધામ સહિત નો પ્રવાસ કરી ને વાગડ વિસ્તાર ના રાપર.. રવેચી.. ગાંગટા બેટ.. નગાસર તળાવ.. ધોરાવીરા..એમ પશ્ચિમ થી પૂર્વ કચ્છ સુધી તેઓ ઘુમી વળ્યાં. અહીં તેઓ બીએસએફ ના જવાનોને મળ્યા અને સખત તાપ અને કડકડતી ટાઢ માં, દરિયાના ક્રીક વિસ્તારમાં જવાનો કઈ રીતે ફરજ બજાવે છે તે જાણ્યું. તો કચ્છનો પ્રાચીન ઇતિહાસ વિશે ભૂસ્તરશાસ્ત્ર દ્વારા સમજ આપતા ફોશિઁલ્સસ પાર્ક, ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ સહિત ના સ્થળ ની તેમણે મુલાકાત લીધી હતી. તેમના આ કાર પ્રવાસ દરમ્યાન સ્વચ્છ ભારત ના મિશન વિશે કચ્છી માડુઓ ને જાગૃત કર્યા હતા. શૌચાલય ની સુવિધા અને તેના ઉપયોગ વિશે સમજ આપી હતી. તેની સાથે સ્વચ્છતા અને શૌચાલય ની કચ્છ માં શુ સ્થિતિ છે તે વિશે માહિતી મેળવી સૌને જાગૃત થવા અપીલ કરી હતી. પોતાના કચ્છ પ્રવાસના અંતિમ તબક્કા માં તેઓ ભચાઉ થઈને રાપર પહોંચ્યા હતા. વાગડ વિસ્તાર ના પ્રવાસ દરમિયાન તેમણે સંસ્કૃતિ ને ઉજાગર કરતાં અવશેષો જોયા હતાં. અને કચ્છ ના ગામે ગામ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટોયલેટ બનાવવા અંગે લોકો ને તૈયાર કયાં હતાં. એક માસ મા છ રાજય નો ત્રીસ હજાર કીલો મીટર નો પ્રવાસ પૂર્ણ કયો છે અને હજુ આગામી છ થી સાત મહિના સુધી તેઓ ગાડીમાં જ ભારત ભ્રમણ પૂર્ણ કરશે. ભારત ભ્રમણ દરમિયાન અનેક સ્થળોએ લોકો એ આવકાર આપ્યો હતો અને તેમના એકલા મિશન પર જવાની સિદ્ધિ ને બિરદાવી હતી. ઇનોવા કાર સાથે એકલપંડે કચ્છ ઘુમી વળનાર આ સાહસિક મહિલાને અન્ય જિલ્લાઓ ની તુલનાએ કચ્છ માં સ્વચ્છતા અને કચ્છ ની સંસ્કૃતિ બંને ગમ્યા. અહીં રબારી સહિત કચ્છના અન્ય વિવિધ સમાજોના ભાતીગળ પહેરવેશ, હસ્તકલા અને કચ્છની ગ્રામ્ય જીવન શૈલી તેમને ગમી ગઈ. દેશના પશ્ચિમ છેડે આવેલા સરહદી કચ્છ ના પ્રવાસ દરમ્યાન મળેલા લોકોના આવકાર થી ખુશખુશાલ આ સાહસિક નારી એ રાપર થી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું છે. હવે સાબરમતી આશ્રમ તેમજ અન્ય સ્થળોની મુલાકાત લઈ ગુજરાત ની તેમનો પ્રવાસ પૂરો કરીને કાર પ્રવાસ આગળ ધપાવીને રાજસ્થાન જશે. અહીં વાગડ વિસ્તારમાં તેમને પ્રેમજી ભાઈ પટેલ સહિત અન્ય લોકો પ્રવાસ દરમ્યાન મદદરૂપ બન્યાં હતાં. સગીથા માટે એકલપંડે રોડ માર્ગે કાર દ્વારા ભારતભર માં ફરવાનું કાર્ય ઘણું કપરું, ધૈર્ય અને સાહસ માંગી લે તેવું છે. સંગીથા એ અત્યારે પોતાના રોડ પ્રવાસ દરમ્યાન ઇનોવા કાર ને જ હરતા ફરતા ઘર માં ફરવી નાખી છે. તેમાં રસોઈ બનાવવામાટે રસોડું, સુવા માટે પલંગ.સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ૫૧ વર્ષીય સગીથા ની આ સાહસિક રોડ યાત્રા અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણાસ્ત્રોત છે.