પશ્ર્ચિમ કચ્છ એલ.સી.બી સહિતની ટીમે હાલમાંજ લાંબા સમયથી ફરાર શખ્સોનુ લીસ્ટ બનાવી તેના પર ધોંસ બોલાવી હતી. ત્યારે હવે જાણે પુર્વ કચ્છે પણ આવા આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હોય તેમ રાપરમાં જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખોટા રેકર્ડ બનાવવાના કેસમાં ફરાર બે શખ્સોની ચાર વર્ષ બાદ ધરપકડ કરી છે. વર્ષ 2014માં આ બે શખ્સો સામે રાપર પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ હતી ત્યારથી તેઓ ફરાર હતા પરંતુ આજે પુર્વ કચ્છ પેરોલ ફર્લો સ્ક્વોડને માહિતી મળી હતી અને વોચ દરમ્યાન આ બન્ને આરોપી (1) રમેશભા કાનાભા ગઢવી (2)ખીમજી અરજણ પરમાર ઝડપાઇ ગયા હતા આ બંને સામે વર્ષ 2014માં આઇ.પી.સી કલમ 465,467 મુજબ ફરીયાદ થઇ હતી ઝડપાયેલા બંને આરોપીને વધુ તપાસ માટે રાપર પોલિસના હવાલે કરાયા છે.