Home Current ભુજ-મટન માર્કેટને મુદ્દે મહિલાઓએ કલેકટર ઓફિસમાં કર્યો હંગામો-પોલીસે બળ પ્રયોગ કર્યો?

ભુજ-મટન માર્કેટને મુદ્દે મહિલાઓએ કલેકટર ઓફિસમાં કર્યો હંગામો-પોલીસે બળ પ્રયોગ કર્યો?

3604
SHARE
ભુજમા ફરી એકવાર મટન માર્કેટના મુદ્દે માલાણી ફળીયાના રહેવાસીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા કલેકટર કચેરીની સંકલન બેઠક દરમ્યાન જ માલાણી ફળિયાની મહીલાઓ અને પુરુષો ટોળા સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા આ ટોળા દ્વારા જિલ્લા કલેકટર રેમ્યા મોહનને કલેકટર કચેરીની બહાર જ ઘેરવાનો પ્રયાસ કરીને રજુઆત કરવા માટે આગ્રહ રખાયો હતો જોકે, કલેકટરના સીક્યુરિટી ગાર્ડ અને પોલીસે રજુઆત કરનારાઓને કલેકટરની નજીક જતા અટકાવ્યા હતા દરમ્યાન કલેકટર કચેરીના મીટીંગ હોલની બહાર એકઠા થયેલા રહેવાસીઓએ મટન માર્કેટ હટાવવા ના નિર્ણયનો અમલ કરાવવા માંગ કરી હતી તેમ જ કલેકટરને કરેલી અરજીમાં રહેવાસીઓએ મટન માર્કેટ હટાવવાના થયેલા નિર્ણયનો અમલ કરીને તેને અત્યારની જગ્યાએ થી ખસેડવા જણાવ્યું હતું અહીં શાળા તેમ જ મંદિર આવેલા છે, મટન માર્કેટ અને રહેણાંકના મકાનોમા જાહેરમા થતા મરઘીઓ ના વ્યાપારને કારણે લોકો ઉપર તેમ જ બાળકો ઉપર પણ ગંભીર અસર થતી હોવાની રહેવાસીઓની ફરિયાદ છે. લેખિત માંગણીમા રહેવાસીઓ ની જૂની રજૂઆતો, ઉપરાંત મંત્રી વાસણભાઇ આહિર, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા દ્વારા પણ કલેકટરને અગાઉ કરાયેલ રજૂઆતો સામેલ કરીને જાહેરમા કરાતા મરઘીઓના વ્યાપાર તેમ જ મટન માર્કેટને અહીંથી ખસેડી મંજુર કરેલી નવી જગ્યાએ લઈ જવા જણાવાયું હતું.

પોલીસે બળ પ્રયોગ કર્યો?

દરમ્યાન રજુઆત કરનારાઓએ ન્યૂઝ4કચ્છ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે તેમને કલેકટર ઓફીસની અંદરથી બળજબરી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા તેમને રજુઆત માટે પુરતી તક અપાઈ નહોતી જોકે, કલેકટર ઓફીસની અંદર તેમ જ બહાર પોલીસ અને રહેવાસીઓ વચ્ચે સતત જીભાજોડી થતી રહી હતી જોકે, સ્થળ ઉપર જ પોલીસ કર્મીઓ સાથે ફરજ બજાવતા એલસીબી પીઆઇ જે.એમ.આલે ન્યૂઝ4કચ્છ સાથેની વાતચીત મા પોલીસે બળપ્રયોગ કર્યો હોવાના આક્ષેપ ને નકાર્યો હતો અને ખુલાસો કર્યો હતો કે અમે કલેકટર ઓફીસની અંદર શાંતિ જાળવવા રહેવાસીઓ ને સમજાવી ને શિસ્ત પૂર્વક રજુઆત કરવા કહ્યું હતું તેમ જ તેમની રજુઆત ભુજ નગરપાલિકામાં કરવા જણાવ્યું હતું.

સીઓ દોડ્યા. તો ધારાસભ્ય ડો. નીમાબેને એ શું કહ્યું?

પોલીસ અને રજુઆત કર્તા ઓ વચ્ચે ચાલતા બોલાચાલી અને સમજાવટ ના દોર વચ્ચે ભુજ નગરપાલિકાના ચીફ ઓફીસર સંદીપસિંહ ઝાલાને દોડી ને કલેકટર કચેરીએ પહોંચવાનું જણાવાયું હતું. એટલે તેઓ દોડતા આવી ગયા હતા અને રજુઆત કરનારાઓને પાલિકા કચેરીએ આવીને રજુઆત કરવા જણાવ્યું હતું. જોકે, આ વચ્ચે માલાણી ફળીયાના રહેવાસીઓએ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને ફોન કરીને રજુઆત કરી હતી ન્યૂઝ4કચ્છે ધારાસભ્ય ડો. નીમાબેનને આ અંગે પૂછ્યું તો તેમણે કહ્યું હતું કે રહેવાસીઓની લાગણી તેમના ધ્યાનમાં છે,અને મટન માર્કેટ ખસેડવા માટે પોતે પ્રયાસ કરી રહ્યા છે તેમણે મટન માર્કેટના વ્યાપારીઓ સાથે તેમની બેઠક થઈ ગઈ હોવાનું અને સમજાવટ સાથે તેમને નવું સ્થળ સંજોગનગર પાસે ફાળવવાની કામગીરી ટૂંક સમયમાં જ કરાશે એવું જણાવ્યું હતું.