
પશ્ર્ચિમ કચ્છ પોલિસે ઝડપેલા અનેક દારૂના મામલામાં જેમના નામ સામે આવ્યા હતા તેવા બે લિસ્ટેડ બુટલેગર અંતે ચાર વર્ષે પોલિસના હાથે લાગ્યા છે જેમાંથી એક શખ્સ બે વર્ષથી પોલિસ પકડથી દુર છે જ્યારે એક શખ્સ 4 વર્ષથી પોલિસને હાથતાડી આપતો રહ્યો છે જેની આજે પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે પોલિસને ચોક્કસ માહિતી મળી હતી કે પશ્ચિમ કચ્છના અનેક ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા આરોપીઓ નં.(૧) રાસુભા તગજી સોઢા, રહે.ખાનાય, તા.અબડાસા વાળો જે પશ્ચિમ કચ્છ જિલ્લાના નલીયા પોલીસ સ્ટેશનના ૫-પ્રોહિબીશન તેમજ ૧-મારામારી, નખત્રાણા પોલીસ સ્ટેશનના ૩-પ્રોહિબીશન, તેમજ કોઠારા પોલીસ સ્ટેશનનો ૧-પ્રોહિબીશન, દાયપર પોલીસ સ્ટેશનનો ૧–પ્રોહિબીશન, વાયોર પોલીસ સ્ટેશન ૧-પ્રોહિબીશન, તેમજ માનકુવા પોલીસ સ્ટેશનન ૧-પ્રોહિબીશનનો એમ કુલ-૧૩ ગુન્હા* કામે તેમજ *આરોપી નં.(ર) જીતુભા ઉર્ફે જીતીયો મંગલસિંહ સોઢા, રહે.ખાનાય તા.અબડાસાવાળો જે પશ્ચિમ કચ્છ જિલ્લાના નલીયા પોલીસ સ્ટેશનના ર-પ્રોહિબીશન, વાયરો પોલીસ સ્ટેશનના ૧-પ્રોહિબીશન, નિરોણા પોલીસ સ્ટેશન ૧-પ્રોહિબીશન, તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશનના ૧-પ્રોહિબીશન એમ કુલ્લે-૫ ગુના* કામે બે વર્ષથી નાસતા ફરતો હતો તેની ધરપકડ કરી છે. અને હવે જે વિસ્તારમાં તેમના વિરૂધ્ધ ગુન્હા નોંધાયા છે ત્યાં પોલિસને વધુ તપાસ માટે મોકલાશે જો કે પોલિસની કડક દારૂબંધી વચ્ચે અનેક દારૂનો જથ્થો મંગાવવામા આ બે શખ્સોના નામ ખુલ્યા હતા. જે અંતે પોલિસના હાથે ઝડપાઇ ગયા છે.