
ગુજરાતમાં કોગ્રેસના અથાગ પ્રયત્નો છંતા તે ભાજપને મ્હાત આપી શકતી નથી અને તેનુ કારણ છે કોગ્રેસનો આંતરીક જુથ્થવાદ અને એવુજ કઇક કચ્છમાં છે કોગ્રેસ પોતાનુ પ્રદર્શન તો સુધારે છે પરંતુ ફરી આંતરીક જુથ્થવાદ કોગ્રેસને જીતની નજીકથી પાછો હાર તરફ લઇ જાય છે પરંતુ આ વખતે કોગ્રેસ 2019ની લોકસભા ચુંટણીમાં ખાસ તૈયારી સાથે મેદાને આવશે અને તેના માટે કોગ્રેસના 250 જેટલા આગેવાન કાર્યક્રરોને ખાસ તાલિમ અપાશે જેમાં સંગઠનને મજબુત કરવા સાથે,સોસિયલ મીડિયાનો ઉપયોગ પ્રજા વચ્ચે પ્રશ્ર્નો સાથે કઇ રીતે લોકચાહના મેળવવી સહિતના મુદ્દે ખાસ તાલિમ અને માર્ગદર્શન અપાશે…તારીખ 23-24 બે દિવસ ચાલનાર આ તાલિમનુ આયોજન મુન્દ્રા ખાતે કરાયુ છે જેમાં સમગ્ર જીલ્લામાંથી નવા પ્રમુખની દોરવણી હેઠળ ખાસ લોકોને પસંદ કરાયા છે.
શુ છે આ તાલિમમાં વિશેષતા?
ગત લોકસભા ચુંટણીમાં ખરાબ પરિણામો બાદ આમતો કોગ્રેસે સંગઠનને મજબુત કરવા સાથે જીત માટે અનેક નવા પ્રયોગો કર્યા છે અને જેના જ ભાગરૂપે ટેકનોલોજી સાથે વર્તમાન સ્થિતીમાં કઇ રીતે પ્રજાસમક્ષ જવુ અને મીડિયાના માધ્યમોથી પક્ષને મજબુત કરવા સહિતના મુદ્દે અનેક કાર્યક્રમો થાય છે જેના ભાગરૂપે અત્યાર સુધી ગુજરાતમા બે સ્થળોએ આવી વિશેષ તાલિમ અગાઉ યોજાઇ ચુકી છે જેમાં આંણદ અને ખેડામાં કોગ્રેસના કાર્યક્રરો માટે આવી તાલિમ યોજાઇ છે અને હવે કચ્છમાં આ તાલિમ યોજાશે જેમાં જવાહરલાલ નહેરૂ લીડરશીપ ઇન્સ્ટીટ્યુટના તજજ્ઞો કચ્છ કોગ્રેસના કાર્યક્રરોને માર્ગદર્શન આપશે જો કે સૌરાષ્ટ્ર કચ્છમા આ પ્રકારની તાલિમ પ્રથમવાર યોજાઇ રહી છે તેવુ જિલ્લા કોગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિહ જાડેજાએ જણાવ્યુ હતુ.
કોણ કોણ રહેશે ઉપસ્થિત કોગ્રેસને મળશે ફાયદો ?
કચ્છ જીલ્લા કોગ્રેસના કાર્યક્રરો માટે આયોજીત આ તાલિમ માટે અત્યારે કવાયત ચાલુ છે અને મુન્દ્રામાં તારીખ 23-24ના આ શિબીર યોજાશે જેમાં કચ્છના આમત્રીંત કાર્યક્રરો અને હોદ્દેદારો તો હશે પરંતુ સાથે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા,રાજીવ સાતવ,જીતેન્દ્ર બગલજી સહિત અન્ય કોગ્રેસના પ્રદેશ અને ઓલ ઇન્ડીયા કોગ્રેસના સીનીયર નેતાઓ પણ માર્ગદર્શન માટે હાજર રહેશે કોગ્રેસની આ શિબીરમાં વર્તમાન પ્રવાહ,પ્રશ્ર્નો અને કોગ્રેસના સંગઠનને મજબુત કરી કઇ રીતે ચુંટણી મેદાનમાં ઉતરવુ તેના પર કાર્યક્રરો ખાસ તાલિમ મેળવશે.
લોકસભામાં આમતો છેલ્લી ઘણી ટર્મથી કોગ્રેસનુ પ્રદર્શન નબળુ રહ્યુ છે પરંતુ ચાલુ વિધાનસભામાં કોગ્રેસે કચ્છની બે વિધાનસભા બેઠકો પર જીત મેળવી છે સાથે કોગ્રેસના નવા પ્રમુખના આવવાથી કોગ્રેસે આક્રમક રીતે પ્રજાના પ્રશ્ર્નો માટે લડાઇ પણ શરૂ કરી છે ત્યારે હવે કચ્છ કોગ્રેસને વધુ મજબુત કરવા માટે એક નવો પ્રયોગ પણ શરૂ કરાયો છે જેથી ભાજપ સામે કોગ્રેસ મજબુત રીતે ચુંટણી મેદાનમાં ઉતરે જો કે ખાસ શિબીરનો ફાયદો કોગ્રેસને કેટલો મળે છે તે આગામી લોકસભાના પરિણામો દર્શાવશે.