Home Current બે દિવસ અસહ્ય ગરમી અને હવે નખત્રાણા,માંડવી મુન્દ્રા પંથકમાં વરસાદ

બે દિવસ અસહ્ય ગરમી અને હવે નખત્રાણા,માંડવી મુન્દ્રા પંથકમાં વરસાદ

7222
SHARE
કચ્છમાં એક તરફ ઓછો વરસાદ પડ્યો છે અને તે વચ્ચે છેલ્લા બે દિવસથી કચ્છમાં ધોમધખતો તાપ પડી રહ્યો છે જો કે આજે અચાનક વાતાવરણમા બપોર બાદ પલ્ટો આવ્યો હતો અને નખત્રાણા માંડવી થી મુન્દ્રા વિસ્તારના કેટલાક ગામોમા વરસાદ પડ્યો હતો બપોર બાદ અચાનક બદલાયેલા વાતાવરણ વચ્ચે ક્યાક પવન સાથે વરસાદ તો ક્યાક કરા પણ પડ્યા હતા અસહ્ય ગરમી વચ્ચે વરસાદની રાહ જોતા કચ્છમાં વરસાદને પગલે ઠંડક સાથે ખુશી ફેલાઇ છે મુન્દ્રાના ભુજપુર.રામાણીયા.ઝરપરા.બોરાણા સહિતના ગામોમા વરસાદી ઝાપટા પડ્યા હતા તો બીજી તરફ યક્ષ નજીક પણ વરસાદી છાંટા પડ્યા હતા તો માંડવી નજીકના પણ કેટલાક વિસ્તારોમા વરસાદ પડ્યો હતો અચાનક વાતાવરણમા પલ્ટા સાથે આવેલા વરસાદને પગલે કચ્છમાં ફરી વરસાદની આશા બંધાઇ છે.