Home Current કચ્છ કોંગ્રેસના ૨૫ આગેવાનો હવે રાખશે અછત કામગીરી ઉપર નજર-જાણો કોણ છે...

કચ્છ કોંગ્રેસના ૨૫ આગેવાનો હવે રાખશે અછત કામગીરી ઉપર નજર-જાણો કોણ છે સમિતિના સભ્યો?

2159
SHARE
વરસાદની ખેંચ અછતની પરિસ્થિતિ અને રાજ્ય સરકાર દ્વારા કચ્છમા અછતની જાહેરાત ગત અઠવાડિયે ચાલેલાઆ ઘટનાક્રમ વચ્ચે હવે કચ્છ કોંગ્રેસ સક્રિય બની છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા એ તાજેતરમાં જ કચ્છના અછત ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જિલ્લા કોંગ્રેસની અછત સમિતિ ની રચના થશે તેવી જાહેરાત કરી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની સતાવારયાદી પ્રમાણે હવે ૨૫ સભ્યોની સમિતિ રાજ્યસરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલતી અછતની કામગીરી ઉપર નજર રાખશે. પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની સાથે ધારાસભ્યો પ્રદ્યુમનસિંહ જાડેજા, સંતોકબેન પટેલ, ઉષાબેન ઠક્કર,શૈલેન્દ્રસિંહ જાડેજા, જુમા રાયમા, તુલસી સુજાન, નવલસિંહ જાડેજા, શિવજીભાઈ આહીર, મહેશ ઠક્કર, વાલજી દનીચા, ઇબ્રાહિમ મંધરા, આદમ ચાકી, નરેશ મહેશ્વરી, વી. કે. હુંબલ, શંકરભાઇ સચદે, શિવદાસભાઈ પટેલ, જયવીરસિંહ જાડેજા, રશીદ સમા, રવિ ત્રવાડી, કિશોર પિંગોળ, પી.સી. ગઢવી, રૂપાભાઈ ચાડ, અરજણ ભુડિયા, હીરાભાઈ રબારીનો સમાવેશ કરાયો છે. આ સમિતિ અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ઘાસચારાની, પાણી ની વ્યવસ્થા નિહાળશે, પશુપાલકોની મુશ્કેલી, ગામલોકોની સમસ્યા સાંભળશે અને જ્યાં કઈ મુશ્કેલી હોય તે વહીવટીતંત્ર સુધી, જરૂરત પડ્યે ગાંધીનગર સરકાર સુધી પહોંચાડશે. આ સમિતિ ની રચના પાછળનો હેતુ લોકોને પડતી અગવડ તેમ જ મુશ્કેલીમાં મદદરૂપ બનવાનો છે.